ચૂંટણી:આપ પ્રદેશ પ્રમુખ ઈટાલિયા કતારગામથી મહામંત્રી સોરઠિયા કરંજથી ચૂંટણી લડશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપ છોડીને આપમાં ગયેલા પીવીએસ શર્માને મજૂરા બેઠકથી ટિકિટ

બુધવારે આપે વધુ 2 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે ટ્વિટર પર લખ્યું હતું કે, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા કતારગામ બેઠક પરથી જ્યારે કરંજ બેઠક પરથી મહામંત્રી મનોજ સોરઠિયા ચૂંટણી લડશે. આ ઉપરાંત ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં ગયેલા પીવીએસ શર્માને મજુરાથી ટિકિટ આપવામાં આવી છે.

નામ જાહેર થતાની સાથે જ ગોપાલ ઇટાલિયા સૌપ્રથમ સ્વામીનારાયણ મંદિરમાં જઈને નતમસ્તક થયા હતા. કતારગામ બેઠક પાટીદારોના મતદારોને લીધે પાટીદાર ઉમેદવાર હોય તો જીતવાની શક્યતા વધી જાય છે. આ સિવાય ઓબીસી એટલે કે પ્રજાપતિ મતદારોની સંખ્યા પણ મોટા પ્રમાણમાં છે. કોંગ્રેસે અલ્પેશ વરિયાને પસંદ કર્યા છે.

સોરઠિયા પર ગણેશોત્સવમાં હુમલો થયો હતોકરંજ બેઠક પર પાટીદારો-ઓબીસીનું વર્ચસ્વ છે. મનોજ સોરઠિયા પાટીદાર હોવાથી તેનો સીધો લાભ આપને મળી શકે છે. ઓબીસી અને પાટીદાર મતદારો વધુ હોવાથી 2 જ વિકલ્પ હોય છે. તેથી પાટીદાર ઉમેદવાર પસંદ કરાયા છે. આપે મનોજ સોરઠિયાની પસંદગી કરી છે ત્યારે કોંગ્રેસ અને ભાજપ પણ પાટીદાર ચહેરો ઉતારશે તેવી પૂર્ણ શક્યતા છે. કોંગ્રેસને પહેલાથી જ અંદાજ હતો કે, આમ આદમી પાર્ટી પાટીદાર ચહેરો ઉતારે તો તેની અસર મતદાન ઉપર સીધી થઈ શકે છે. જો ઓબીસી મત 50% પણ એક તરફી પડે તો પાટીદારોના મતદાનનું મહત્વ ખૂબ વધી જશે.

એક બેઠકની અસર બીજી પર થાય તેવી નીતિઆપે સુરતમાં જ્યાં પણ પાટીદારોનું પ્રભુત્વ છે ત્યાં એક માહોલ બનાવવાની રાણીનીતિ ઘડી છે. એક બેઠકની અસર બીજી બેઠક ઉપર થાય તે પ્રકારની રણનીતિ ઘડવામાં આવી રહી છે જેથી કરીને ત્રણ બેઠકોમાં મહેનત કરે તો છ બેઠકો ઉપર તેની સીધી અસર દેખાઈ શકે.

અન્ય સમાચારો પણ છે...