• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • AAP Protested Against The Botad Poisoned Liquor Issue And Demanded The Resignation Of The Minister Of State For Home Affairs And The Chief Minister

લઠ્ઠાકાંડ લઈને રાજકારણ:બોટાદ ઝેરી દારૂકાંડ મામલે AAP-કોંગ્રેસનો વિરોધ, ગૃહ રાજ્યમંત્રી અને મુખ્યમંત્રીના રાજીનામાની માગ કરી

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
લઠ્ઠાકાંડને લઈને આમ આદમી પાર્ટી દ્વારા આજે ગૃહ રાજ્યમંત્રીના રાજીનામાની માંગ કરવામાં આવી. - Divya Bhaskar
લઠ્ઠાકાંડને લઈને આમ આદમી પાર્ટી દ્વારા આજે ગૃહ રાજ્યમંત્રીના રાજીનામાની માંગ કરવામાં આવી.

બોટાદમાં ઝેરી દારૂકાંડથી ગુજરાત હચમચી ઉઠ્યું છે. આ બનાવને લઈને સુરતમાં આમ આદમી પાર્ટીએ વિરોધ નોંધાવ્યો હતો. સુરતમાં આપ પાર્ટીએ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રીના રાજીનામાની માગ કરી હતી. આ ઉપરાંત કલેક્ટર કચેરી બહાર બેસી વિવિધ સુત્રોચાર તેમજ વિવિધ બેનરો સાથે વિરોધ પણ નોંધાવ્યો હતો. આ વિરોધમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. કતારગામ ખાતે શહેર કોંગ્રેસ અનુસુચિત જાતી મોરચા દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પુતળાનું દહન કરી રાજીનામાની માગ કરવામાં આવી હતી.

ભારતીય જનતા પાર્ટીની સરકારને ઘેરવાનો પ્રયાસ
વિધાનસભાની ચૂંટણી પહેલા લઠ્ઠાકાંડ ગાજવાને કારણે રાજકીય રીતે પણ હવે વધુ ઘમાસણ જોવા મળશે. વિરોધ પક્ષ આ મુદ્દાને લઈને હવે ભારતીય જનતા પાર્ટીની સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. વિશેષ કરીને આગામી વિધાનસભાને ધ્યાનમાં રાખીને હવે સરકાર ઉપર શાબ્દિક પ્રહાર કરવા માટે લઠ્ઠાકાંડનો સહારો લેવામાં આવે તેવી પૂરી શક્યતા છે.આ બાબતે રાજકીય રીતે દરેક વિરોધ પક્ષ પોતાની વાતને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ એનકેન પ્રકારે કરી રહી છે.

બીજેપીના નેતાઓએ સંવેદના પણ વ્યક્ત કરી નથી
વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે બોટાદ લઠ્ઠાકાંડની ઘટના ગુજરાત માટે જ નહી પરંતુ દેશ માટે કંલકરૂપ ઘટના છે. બીજેપીમાં જો થોડીક પણ શરમ બચી હોય તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તાત્કાલિક તેઓના પદ પરથી દૂર કરવા જોઈએ. આ લઠ્ઠાકાંડ નહીં પણ બહુ મોટો હત્યાકાંડ છે. આ ઘટનામાં મૃતકોના પ્રત્યે પણ બીજેપીના નેતાઓએ સંવેદના પણ વ્યક્ત કરી નથી. આ મામલે આપ પાર્ટી ગુજરાતના દરેક જિલ્લામાં આવેદન પત્ર આપશે.

કોંગ્રેસ દ્વારા વિવિધ સુત્રોચાર કરવામાં આવ્યા
સુરતમાં કતારગામ ખાતે શહેર કોંગ્રેસ અનુસુચિત જાતી મોરચા દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ગૃહ રાજ્યમંત્રીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. તેમજ વિવિધ સુત્રોચાર કરવામાં આવ્યા હતા. હર્ષ સંઘવીના રાજીનામાની માગ પણ કરવામાં આવી હતી. બીજી તરફ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા વિરોધ નોંધાવી રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. લઠ્ઠાકાંડને કારણે શહેરભરમાં સુરત કોંગ્રેસ સક્રિય રીતે વિરોધ નોંધાવીને પોતાનું રાજકીય અસ્તિત્વ બતાવી રહી છે.

કોંગ્રેસની મિટિંગમાંથી 50થી વધુની અટકાયત
કોંગ્રેસ દ્વારા લઠ્ઠાકાંડને લઈને મિટિંગનું આયોજન ઈશ્વર ફાર્મ ખાતે કરવામાં આવ્યું હતું. સુરત શહેર કોંગ્રેસના અલગ અલગ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર હતા. દરમિયાન એકાએક જ સુરત પોલીસ દ્વારા ઈશ્વર ફાર્મમાં બેઠક દરમિયાન જ કોંગ્રેસના હોદ્દેદારોની અટકાયત કરવામાં આવી હતી. ઈશ્વર ફાર્મ નજીક ઉભેલા કાર્યકર્તાઓને પણ પોલીસે ડિટેઈન કરી લીધા હતા. તમામ ડિટેઇન કરેલા 50 જેટલા હોદ્દેદારો અને કાર્યકર્તાઓને ખટોદરા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...