તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા આજે દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં દેખાવો યોજવામાં આવ્યા હતા. ખેડૂત આંદોલનના સમર્થનમાં આજે ભાજપના કાર્યાલયનો ઘેરાવ કરી દેખાવો યોજ્યા હતા. જેમાં શહેરના આપ પાર્ટીના નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્લેકાર્ડ અને બેનર સાથે સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
જુદા જુદા પોસ્ટર બતાવી તેમજ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ
સુરતમાં આપ પાર્ટી દ્વારા પણ કિસાન બિલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જુદા જુદા પોસ્ટર બતાવી તેમજ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી આપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અને જણાવ્યું હતું કે, અમને ડર છે કે સરકાર કિસાન બિલ લાવી MSP કરતા પણ ઓછા ભાવે ખેડૂતની જે જણસી છે તે વેચવાનું કાવતરું ઘડી રહી છે. ત્યારે વિરોધ પ્રદર્શન કરી રહેલા 100થી વધુની ડિંડોલી, ખટોદરા અને ઉઘના પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ભૂલાયું
કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત આંદોલનને આપ પાર્ટીએ પણ સમર્થન જાહેર કર્યુ અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હી બોર્ડર પર પંજાબ-હરિયાણાના ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. કૃષિ કાયદાના વિરોધમાં શરૂ થયેલાં ખેડૂત આંદોલનને હવે આપ પાર્ટીએ પણ સમર્થન જાહેર કર્યુ છે. એટલું જ નહીં, આજે આપ દ્વારા ભાજપના કાર્યાલયનો ઘેરાવ કરી કૃષિ બિલનો વિરોધ કર્યો હતો. જોકે, આ વિરોધમાં આપ પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ સોશિયલ ડિસ્ટન્સ ભૂલ્યા હતા. જ્યારે કેટલાકે તો માસ્ક પણ પહેર્યા ન હતા.
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.