તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખુલ્લું આમંત્રણ:સુરતમાં કોંગ્રેસથી વિફરેલા પાસના પટેલોને AAPના સંજયસિહે કહ્યું, આવી જાવ અમારી સંગાથે, સાથે મળીને લડત ચલાવીશું

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કોંગ્રેસથી નારાજ થયેલા પાટીદારોને આમ આદમી પાર્ટીના સંજયસિંઘે પોતાના પક્ષ તરફ આકર્ષવા પ્રયત્ન કર્યો હતો. - Divya Bhaskar
કોંગ્રેસથી નારાજ થયેલા પાટીદારોને આમ આદમી પાર્ટીના સંજયસિંઘે પોતાના પક્ષ તરફ આકર્ષવા પ્રયત્ન કર્યો હતો.
  • કોંગ્રેસ દ્વારા પાસ સાથે વિશ્વાસઘાત કર્યો હોવાથી સંજયસિંહે સાથે જોડાઈ જવા આગ્રહ કર્યો
  • નેતા સંજયસિંહે કહ્યું કે, અમે મોડલ સ્થાપિત કરીને લોકોના કામ કર્યા છે એ આધારે મત આપો

મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી છેલ્લી ઘડીએ ફોર્મ ન ભરતા પાસના ધાર્મિક માલવિયાથી રાજકીય ગરમાવો આવી ગયો છે. આવા સમયે આમ આદમી પાર્ટીના પ્રચાર માટે આવેલા દિલ્હીના નેતા સંજયસિંઘે કહ્યું કે, પાટીદારો સાથે અગાઉ ભાજપે અને હવે કોંગ્રેસે અન્યાય કર્યો છે. દેશના લોકો સાથે પણ આ જ પ્રકારે બન્ને પક્ષ અન્યાય કરી રહી છે. ત્યારે પાસના લોકોને મારી અરજ છે કે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ જાય. જેથી ખૂબ જ મજબૂતી સાથે આપણે આ બન્ને અન્યાય કરતાં પક્ષ સામે લડત ચલાવીએ. આપ દ્વારા દિલ્હીમાં કામ થયા છે તે મોડલ સૌની સામે છે પરંતુ ગુજરાત અને સુરતમાં ત્રણેક દાયકાથી શાસન ભાજપનું છે. પરંતુ વેરા વધારવા સિવાય કંઈ જ થયું નથી અમે ગેરન્ટી આપી છીએ એમ કહીને ઉમેર્યું કે દિલ્હી માફક સુરત અને ગુજરાતમાં પણ ફ્રી પોલિટિક્સ આગળ વધારીશું.

સુરતમાં આમ આદમી દ્વારા દિલ્હી મોડલની જેમ ગેરંટી કાર્ડ રજૂ કરવામાં આવ્યું હતું.
સુરતમાં આમ આદમી દ્વારા દિલ્હી મોડલની જેમ ગેરંટી કાર્ડ રજૂ કરવામાં આવ્યું હતું.

આપ દ્વારા ગેરંટી કાર્ડ જાહેર કરાયું
આપ પાર્ટીના નેતા સંજય સિંહે ગેરંટી કાર્ડ જાહેર કર્યું છે. આ ગેરંટી કાર્ડમાં સુરતની પ્રજાને તેઓ સત્તા પર આવે તો કઇ કઇ સુવિધાઓ આપશે તે અંગેની માહિતી આપવામાં આવી છે.દિલ્હીની માફક જ આ ગેરંટી કાર્ડમાં વાયદાઓની લહાણી કરવામાં આવી છે. ગેરંટી કાર્ડમાં સુરતીઓને પીવાનું પાણી વિના મુલ્યે આપવાની વાત કરવામાં આવી છે. સિટી બસ અને બીઆરટીએસ બસોમાં મહિલાઓ વિદ્યાર્થીઓ અને દિવ્યાંગોને ફ્રીમાં યાત્રા કરવાની જાહેરાત કરવામાં આવી છે.

લોકોને વિનામૂલ્યે સેવા આપવાની લ્હાણી
શહેરના વિવિધ વોર્ડમાં મેડિકલ લેબ તૈયાર કરીને લોકોના મેડિકલ તપાસ અને સારવાર વિના મૂલ્યે થાય તેવી વ્યવસ્થા કરવાની વાત કરવામાં આવી છે. આ પ્રમાણે લોકોને વિનામૂલ્યે સુવિધાઓ આપવાની વાતો ગેરંટી કાર્ડમાં કરવામાં આવી છે. તે સિવાય ગેરંટી કાર્ડમાં દિલ્હીની માફક જ સુરતમાં પણ સરકારી શાળાઓ આધુનિક રીતે સુસજ્જ કરવાની વાત કરવામાં આવી છે.વહીવટમાં પારદર્શિતા આવે તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભાઓ અને લાઈવ કરવાની પણ વાત કરી છે.

પાટીદારોને આવકાર્યા
આપ નેતા સંજય સિંહે પાટીદારોનો કોંગ્રેસ તરફનો રોષ જોતા પાટીદારોને પોતાના પક્ષમાં આવવા માટે અપીલ કરી છે. પાટીદાર યુવાનો અને આમ આદમી પાર્ટી ખભે ખભા મિલાવીને વિકાસશીલ સહકાર આપવાનો અભિગમ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસ પાર્ટીએ પાટીદાર યુવા નેતાઓ સાથે કરેલા અન્યાય બાદ પાટીદારોમાં રોષને જોતા પાટીદારોને આમ આદમી પાર્ટીના સમર્થનમાં લાવવા પ્રયાસ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

વધુ વાંચો