રાજકીય આક્ષેપ:સુરતમાં દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું, અમે પાણી મફત આપ્યુ, અહિં નદી હોવા છતાં ડબલ ચાર્જ લેવાય છે, જયશ્રી રામ બોલનારની હત્યા પર મૌન સેવ્યુ

સુરત8 મહિનો પહેલા
મનીષ સિસોદિયાએ કહ્યું કે, દિલ્હીમાં સ્વચ્છ રાજનીતિ ચાલે છે એ જ અમે અહિં કરવા માંગીએ છીએ.
  • દિલ્હીમાં ઈમાનદાર રાજનીતિ ચાલી રહી છે-મનીષ સિસોદિયા

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને હવે અઠવાડીયું બાકી રહ્યું છે. ત્યારે દરેક રાજકીય પક્ષ જોર શોરથી પ્રચાર કરી રહ્યો છે. આમ આદમીનું સુરતમાં જોર હોવાથી લોકો પાસેથી મત માંગવા માટે દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા સુરતમાં આવ્યાં છે. સુરતમાં રોડ શોની સાથે સભા કરીને લોકો પાસે મત માંગી રહ્યાં છે. ત્યારે મનીષ સિસોદિયાએ કહ્યું કે, દિલ્હીમાં નદી નથી પરંતુ પાણી મફત આપીએ છીએ. પરંતુ સુરતમાં આટલી મોટી તાપી હોવા છતાં ડબલ ચાર્જ લેવામાં આવે છે. રામમંદિર માટે નારા લગાવી નિધિ એકઠી કરનાર રિન્કુ શર્માની હત્યા મુદ્દે સિસોદિયાએ કહ્યું કે, ગૃહમંત્રી તેના ઘરે નથી ગયા જો કે, કેજરીવાલ ગયા કે કેમ તે અંગેના પ્રશ્નમાં સિસોદિયાએ જવાબ આપવાનું ટાળ્યું હતું.

મનીષ સિસોદિયાના રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતાં.
મનીષ સિસોદિયાના રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતાં.

ભાજપ શાસકો પર ભ્રષ્ટાચારના આક્ષેપ
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું એક હથ્થુ શાસન વર્ષોથી હોવા છતાં પણ ગુજરાતના વિકાસ ઓછો અને ભ્રષ્ટાચાર વધુ થયું છે. ગુજરાતમાં આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે જે કામ થવું જોઈએ તે થયું નથી. સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના શાસન અને 20થી 25 વર્ષ પૂર્ણ થયા છે છતાં હજી પણ જે સરકારી સ્કૂલોની સ્થિતિ છે તે ખૂબ જ દયનીય છે. બાળકોને સારું શિક્ષણ મળી નથી રહ્યો તેની સરખામણીએ દિલ્હીમાં આમ આદમી પાર્ટી દ્વારા જે સ્કૂલો બાળકોના શિક્ષણ માટે તૈયાર કરવામાં આવી છે.

મનીષ સિસોદિયાએ કહ્યું કે, ભાજપે ભ્રષ્ટાચાર સિવાય કશુ જ કર્યું નથી.
મનીષ સિસોદિયાએ કહ્યું કે, ભાજપે ભ્રષ્ટાચાર સિવાય કશુ જ કર્યું નથી.

રિન્કુ શર્મા હત્યા કેસમાં નિવેદન આપ્યું
આજે સમગ્ર દેશમાં ઉદાહરણરૂપ છે દિલ્હી પાસે પાણીનો સ્ત્રોત નથી છતાં પણ વિનામૂલ્યે દિલ્હીના લોકોને પાણી મળી રહ્યું છે ત્યારે સુરતમાં તાપી નદી હોવા છતાં પણ લોકોએ પાણીના રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે એ જ બતાવે છે કે, ભારતીય જનતા પાર્ટીનો વહીવટ ખાડે ગયો છે.દિલ્હીમાં રીન્કુ શર્માની હત્યાને લઈને મને કહ્યું કે, હજી સુધી ગૃહમંત્રી અમિત શાહ રીન્કુ શર્માના પરિવારને મળવા ગયા નથી. જોકે, તેમને પૂછવામાં આવ્યું કે, અરવિંદ કેજરીવાલ હજી સુધી રીન્કુ શર્માને મળવા કેમ નથી ગયા તે અંગે તેમને કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો બીજી તરફ તેમણે કાયદા વ્યવસ્થાની જવાબદારી કેન્દ્ર સરકારની છે. ત્યારે જયશ્રી રામના નારા લગાડનાર યુવકને રક્ષા કરવામાં નિષ્ફળ ગયા છે એ પ્રકારની વાત કરી હતી.

રિન્કુ શર્મા હત્યા કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી કેમ મળવા ન ગયા તે અંગે મનીષ સિસોદિયાએ મૌન સેવ્યું હતું.
રિન્કુ શર્મા હત્યા કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી કેમ મળવા ન ગયા તે અંગે મનીષ સિસોદિયાએ મૌન સેવ્યું હતું.

આપ પાર્ટીનો લોકોને વિકલ્પ મળશે
સુરત કોર્પોરેશનમાં આ વખતે આમ આદમી પાર્ટી વિજય મેળવ્યો છે અને પ્રજાને સાતત્યપૂર્ણ અને પ્રામાણિક શાસન આપવાનો પૂર્ણ રીતે પ્રયાસ કરશે .આજે ગુજરાતમાં મહાનગરપાલિકાના ઇલેક્શનમાં સીધી ટક્કર ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે દેખાઈ રહી છે ત્યારે લોકોને એક સારો વિકલ્પ મળ્યો છે અને લોકો પોતાની સૂઝબૂઝ સાથે અને ચૂંટણીમાં વિજય બનાવશે એવી અમને આશા છે.સીમાડાનાકા વિસ્તારથી મનુષ્ય દ્વારા રોડ શોનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં યુવકો જોડાયા હતા સીમાડા નાકા થી મોટા વરાછા કતારગામ કાપોદ્રા હીરાબાગ સર્કલ અને ગજેરા સર્કલ સુધી આ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે .

ખુલ્લા વાહનમાં બેસીને મનીષ સિસોદિયાએ રોડ શો કર્યો હતો.
ખુલ્લા વાહનમાં બેસીને મનીષ સિસોદિયાએ રોડ શો કર્યો હતો.