વોટશેર:આપને સૌથી વધુ વરાછામાં 41% મત, મજૂરામાં સૌથી ઓછા 10%

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોંગ્રેસને સૌથી વધુ પૂર્વમાં 42.4 તો વરાછામાં 2.41 %

વિધાનસભાની ચૂંટણીમાં સુરત શહેરની તમામ 12 બેઠક પર ભાજપે જીત હાંસલ કરી છે. જો કે, વિધાનસભા વાઇઝ મતગણતરી મુજબ ત્રણેય પાર્ટીના વોટ ટકાવારીની ગણતરીએ તો ભાજપને સૌથી વધુ મજૂરામાં તો પૂર્વમાં સૌથી ઓછા મત મળ્યા છે. આપને સૌથી વધુ વરાછામાં 41.32 ટકા તો મજૂરામાં 10.24 ટકા મત મળ્યા છે.

તો કોંગ્રેસને સૌથી વધુ પૂર્વમાં 42.4 ટકા તો વરાછામાં સૌથી ઓછા માત્ર 2.41 ટકા મત મળ્યા છે. ભાજપમાં સૌથી ઓછા મતોની ટકાવારી પૂર્વ બેઠક પર જોવા મળી. અરવિંદ રાણાને 52.45 ટકા, લિંબાયતમાં સંગીતા પાટીલને 53.44 ટકા, વરાછામાં કુમાર કાનાણીને 55.13 ટકા મત મળ્યા છે.

મળેલ મતોની ટકાવારી
બેઠકભાજપઆપકોંગ્રેસ
મજૂરા82105.81
ચોર્યાસી73158.01
પશ્ચિમ761011.5
ઉત્તર592415.37
કરંજ68273.3
કામરેજ56348.31
વરાછા55412.41
પૂર્વ52.45-42.4
ઓલપાડ58.3919.417.76
ઉધના63.1614.6116.19
કતારગામ58.2527.0112.97
લિંબાયત53.4421.0516.44
અન્ય સમાચારો પણ છે...