તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આખો વિપક્ષ જેલમાં:સુરતમાં પાલિકાની સામાન્ય સભા પહેલાં 'આપ'ના વિરોધ પક્ષના નેતા સહિત કોર્પોરેટરોની ધરપકડ, પ્રથમવાર વિપક્ષ વગર બેઠક યોજાઈ

સુરત3 મહિનો પહેલા
આપના કોર્પોરેટર એ.કે. ધામી (ડાબે), ધર્મેશ વાવલીયા(જમણે) અને પાયલ સાકરીયાની ધરપકડ કરવામાં આવી.
  • સામાન્ય સભા વિપક્ષ વગર જ યોજાય તેવી સ્થિતિનું નિર્માણ
  • 'આપ'ના 27 નગરસેવક સામે રાયોટિંગનો ગુનો નોંધાયેલો છે

સુરત પાલિકાની શુક્રવારે યોજાયેલી શિક્ષણ સમિતિની ચૂંટણીમાં આપના એક ઉમેદવાર ક્રોસ વોટિંગથી હારી જતા 27 કોર્પોરેટરોએ ભારે ધમાલ મચાવી હતી. આ કેસમાં શનિવારે પાલિકાના સિક્યુરિટી ઓફિસરે 27 કોર્પોરેટરો ઉપરાંત અન્ય 2 મળી કુલ 29 સામે રાયોટિંગ, સરકારી ફરજમાં રુકાવટ, મારામારી સહિતની 14 કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો. આ પ્રકરણમાં પોલીસે આપના વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરી સહિતના કોર્પોરેટરોની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. જેથી આપના કાર્પોરેટરો દ્વારા ભાજપ સરકાર ચોરના નારા લગાવ્યા હતા. પાંચ જેટલા કોર્પોરેટરને સામાન્ય સભા ખંડની બહારથી ઝડપી પાડવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે, આજે પાલિકાની ઓફલાઈન સામાન્ય સભા છે. સામાન્ય સભા વિપક્ષ વગર જ યોજાય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે.

પાલિકામાં પ્રવેશતા કોર્પોરેટર ઝડપાયા
આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પર ગુનો પોલીસે દાખલ કર્યા બાદ આજે પોલીસે તમામની ધરપકડ કરી હતી. સામાન્ય સભામાં પ્રવેશતા જ ગેટ પર જ પોલીસે કોર્પોરેટરને પકડી લઈને પોલીસે ધરપકડ કરી હતી.

સંતાયેલા કોર્પોરેટરને પોલીસે ઝડપી લીધા
આપના કોર્પોરેટરને ઝડપવા પોલીસે ભારે મથામણ કરવી પડી હતી. જ્યારે પાંચ કોર્પોરેટર તો પાલિકામાં જ સંતાઈ ગયા હતાં. આ કોર્પોરેટર પાલિકાની સામાન્ય સભામાં ભાગ લેવા માટે સરદાર ખંડમાં જવા માટે આવ્યાં કે ગેટ પરથી જ તમામની ધરપકડ કરી લેવામાં આવી હતી.

પોલીસ પર દબાણ લાવી ધરપકડ
યોગેશ જાદવાણી (આપના પ્રવક્તા) એ જણાવ્યું હતું કે, શિક્ષણ સમિતિની ચૂંટણીમાં થયેલા ગોટાળા મુદ્દે જવાબ આપવો પડે એ માટે ભાજપના ટોચના નેતાઓએ પોલીસ પર દબાણ લાવી આપના કોર્પોરેટરોની ધરપકડ નું આયોજન કર્યું છે. કોર્પોરેશન બહાર હાલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે એની પાછળનું એક જ કારણ હોય શકે કે આજે મળનારી સામાન્ય સભામાં આપના કોર્પોરેટર હાજરી આપવા આવે તે પહેલાં જ એમની અટકાયત કરી દેવાય.

પાલિકામાં આઈડી ચેક કરી કોર્પોરેટરોની એન્ટ્રી
આજે 450 દિવસ બાદ પહેલીવાર પાલિકાની ઓફલાઈન સામાન્ય સભા પાલિકા ખાતે યોજાઈ છે. જેમાં વિપક્ષ હોબાળો મચાવે તેવી શક્યતા પહેલાંથી જ જોવાી રહી હતી. જેથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો હતો. દરમિયાન આપના કોર્પોરેટરોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ પાલિકામાં તમામ કોર્પોરેટરના આઈડી ચેક કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો. દરમિયાન ભાજપના તમામ કોર્પોરેટર અને મેયર અને સ્થાયી અધ્યક્ષ તમામ એક હોલમાં એકઠાં થયા હતા.

આપના કાર્પોરેટરને કતારગામ પોલીસ સ્ટેશન લઈ જવાયા.
આપના કાર્પોરેટરને કતારગામ પોલીસ સ્ટેશન લઈ જવાયા.

ઘટના શું હતી?
જાણકાર સૂત્રો એ કહ્યું હતું કે પોલીસ ફરિયાદમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે કે આપના કોર્પોરેટરોનું આ આયોજનબદ્ધ કાવતરું હતું. ઉમેદવાર હારી જતાં યેનકેન પ્રકારે ચૂંટણી રદ કરાવવા હુલ્લડ કર્યું હતું. કુલ 120 બેલેટ પેપરમાંથી 118 બેલેટ પેપરના આધારે ચૂંટણીમાં હાર-જીતનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે બે બેલેટ પેપર વિસંગતતાને લીધે બાકી રાખવામાં આવ્યા હતા. જેમાં આપના ઉમેદવારની હારની ખબર પડતાં આપના કોર્પોરેટરોએ ભેગા મળી મત ગણતરી પત્રક ફાડી નાખ્યું હતું. સિક્યુરિટી સ્ટાફ સામે અને મત ગણતરીમાં રોકાયેલા સિક્યુરિટી ઓફિસરના સ્ટાફ સાથે મારામારી કરી કહ્યું હતું કે, ‘તમે ગુલામ છો, તમે ચોર છો, આ લોકોની ગુલામીથી કંઇ મળશે નહીં. તમને બધાને સસ્પેન્ડ કરાવી દઇશું.’ ચૂંટણીની કામગીરીને પણ અવરોધવા માટે દસ્તાવેજો ફાડી નાખ્યા હતા અને બેલેટ પેપર ઝૂંટવી ચૂંટણી પ્રક્રિયામાં વિક્ષેપ ઉભો કર્યો હતો.

પાલિકા બહારથી વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીની ધરપકડ.
પાલિકા બહારથી વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીની ધરપકડ.

સભાખંડમાં તોડફોડ પણ કરાઈ હતી
વધુમાં જણાવ્યું હતું કે, મેયરની આબરૂને નુકસાન પહોંચે તે પ્રકારના અભદ્ર વાક્યો ઉચ્ચારવામાં આવ્યા હતા. હુલ્લડ દરમિયાન સભાખંડના કાચ, ખુરશીઓ અને ટેબલની પણ તોડફોડ કરવામાં આવી હતી. પાલિકાના ઇતિહાસમાં બનેલી આ પહેલી ઘટનામાં પોલીસે બે કોર્પોરેટર ની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.

અટકાયત વેળાએ ભાજપ સામે કર્યા ભારે સૂત્રોચ્ચાર.
અટકાયત વેળાએ ભાજપ સામે કર્યા ભારે સૂત્રોચ્ચાર.

પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષ હોબાળો મચાવે તેવી શક્યતા
આજે પ્રથમ વખત સરદાર સભા ખંડમાં સામાન્ય સભા યોજશે ત્યારે આપ દ્વારા બે બેલેટ પેપરમાં ભુલનો આક્ષેપ અને ફેર ચૂંટણીની માંગને વળગી રહી આ ગરમાયેલા મામલે ફરી સામાન્ય સભામાં હોબાળો મચાવી શકે તેમ છે. સામાન્ય સભામાં ઉપરાંત આપના કોર્પોરેટરો નવા વિસ્તારોના સમાવેશ છતાં પ્રાથમિક સુવિધાનો અભાવ, ખાડી સફાઈ, સોસાયટીઓમાં સાફસફાઈ સહિત ના મુદ્દા ઉઠાવે તેમ છે. શહેરની ખાનગી સોસાયટીઓમાં પ્રત્યેક સુવિધાથી પરિપૂર્ણ કરી શહેરને પર્યાવરણલક્ષી બનાવવી સ્માર્ટ સિટીમાં રૂપાંતરિત કરવાના અને સીસી રોડના ઠરાવ અંગે પણ આપ કોર્પોરેટરો રસ્તા, સ્ટ્રીટલાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓમાં છીંડા હોય તેથી ભારે વિરોધ કરે તેમ છે.

મહિલા કોર્પોરેટરોની પણ ધરપકડ કરાઈ.
મહિલા કોર્પોરેટરોની પણ ધરપકડ કરાઈ.

આપના કયા કોર્પોરેટર સામે ગુનો

  • ભાવના સોલંકી
  • મોનાલી હિરપરા
  • અલ્પેશ પટેલ
  • રાજુ મોરડીયા
  • ઋતુ દુગધરા
  • સોનલ સુહાગીયા
  • કનુ ગેડિયા
  • મહેશ અણઘણ
  • કુંદન કોઠીયા
  • સેજલ માલવિયા
  • ઘનશ્યામ મકવાણા
  • ધર્મેન્દ્ર વાવલીયા
  • નિરાલી પટેલ
  • મનીષા કુકડીયા
  • કિરણ ખોખાણી
  • અશોક ધામી
  • દિપ્તી સાંકળીયા
  • ડો. કિશોર રૂપારેલિયા
  • જ્યોતિ લાઠીયા
  • પાયલ સાકરિયા
  • શોભના કેવડિયા
  • જીતુ કાછડિયા
  • વિપુલ મોવલિયા
  • રચના હિરપરા
  • સ્વાતિ ઢોલરિયા
  • વિપુલ સુહાગિયા
  • ધર્મેશ ભંડારી

આપના પાંચ કોર્પોરેટરો પાલિકાની કચેરીમાં કલાકો સુધી છુપાયેલા રહ્યા
સામાન્ય સભામાં કોર્પોરેટરો આવે તે પહેલા જ ધરપકડ કરવા માટે પાલિકાની કચેરીએ પોલીસ જવાનોની કિલ્લેબંધી હતી. જોકે, 5 કોર્પોરેટરો સભા પહેલા જ કચેરીમાં છુપાયા હતા. સભામાં દરેક સભ્યોને આઈકાર્ડ તપાસી પ્રવેશ અપાતો હતો. દરમિયાનમાં પોલીસને આ પાંચ કોર્પોરેટરો દેખાતા તેમની ધરપકડ કરી લીધી હતી.

આપના એક નહીં બે કોર્પોરેટરોએ ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યાની ચર્ચા
વિરોધપક્ષના નેતાની રેસમાં હતા તે આપના એક સીનિયરે શિક્ષણ સમિતીની ચૂંટણીમાં 8ના બદલે 16 મત આપી દેતા તેમનું બેલેટ પેપર રદ થયું હતુ. જ્યારે અન્ય એક મહિલા કોર્પોરેટરે પણ ક્રોસ વોટિંગ કર્યું હોવાની ચર્ચા છે. પોલીસે તેની ધરપકડ કરવા માટે શોધવાનો પ્રયાસ કર્યો હતો. તેનો ફોન પણ સ્વીચ ઓફ હતો.

અન્ય સમાચારો પણ છે...