સ્થાનિકો વિફર્યા:લસકાણામાં તૂટેલા રોડ મુદ્દે લોકોએ કાર રોકી હોબાળો મચાવતાં AAPના કોર્પોરેટર જીવ બચાવીને ભાગ્યા

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનેક ફરિયાદો કરવા છતાં તૂટેલા રસ્તાની મરામત ન કરાતાં સ્થાનિકો વિફર્યા
  • ​​​​​​​મોડી સાંજની ઘટનામાં થોડા સમય માટે લસકાણા રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો

ગુરૂવાર રાતે લસકાણાની શ્લોક રેસિડેન્સીમાં આરતીમાં પહોંચી રહેલા વોર્ડ નં-3ના કોર્પોરેટરને સ્થાનીકોએ 3 મહિનાથી અવાર-નવાર ફરિયાદ છતાં રોડ રિપેર ન થયાં હોવાની રાવ સાથે વિવિધ ફરિયાદો મુદ્દે રસ્તામાં જ રોકીને વિરોધ નોંધાવ્યો હતો. આ વેળાએ રસ્તામાં કાર આગળ બેસી ગયેલા લોકોએ હંગામો કરતાં અંધારામાં કઇ અજુગતુ ન બને તેની ભીતિએ ચાલતી પકડી હતી. આ વિવાદને પગલે વિસ્તારમાં ટ્રાફિક જામ થવાની સાથે મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા હોવાનું પણ જાણવા મળ્યું હતું.

કોર્પોરેટરના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારમાં મોડી સાંજે અંધારું હોવાથી કોઇના ચહેરા દેખાતા ન હતા. આ ઉપરાંત કારમાં બહેનો પણ હોવાથી કોઇ અજુગતું ન બને તેની તાકીદ રાખીને પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પણ હતો. જોકે ફોન ન લાગતાં ત્યાંથી નીકળી ગયા હતાં. આ વિરોધ અંગે એક તબક્કે ટ્રાફિક જામ અને લોકો ભેગા થઇ ગયાં હોવાનું પણ જાણવા મળ્યું હતું.

મેં લેખિતમાં ફરિયાદ માંગી છે : કનુભાઈ
વોર્ડ નં-3ના કોર્પોરેટર કનુભાઇ ગેડીયાએ કહ્યું કે, કાર્યક્રમના સ્થળથી માંડ 200 મીટર દૂર હતાં કે કેટલાક લોકો રસ્તામાં કાર અટકાવી આગળ બેસીને બુમો પાડવાનું શરૂ કર્યું હતું. આ લોકો અમારી ફરિયાદો કોણ સાંભણશે? જેવા મુદ્દે હંગામો કરતા હતા. જોકે, આ તમામ લોકો સમક્ષ મેં કહ્યું કે, તમે લેખિતમાં ફૅયાદ આપશો તો તેનું યોગ્ય નિરાકરણ લાવવા સરળતા રહેશે.

અન્ય સમાચારો પણ છે...