તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણીનો થનગનાટ:સુરતના પાંડેસરામાં ચાની દુકાન ધરાવનાર AAPનો ઉમેદવાર, મતદારોને ચા પીવડાવી પ્રચાર કરતા કહે છે, ઈમાનદારીથી કરીશ લોકોના કામ

સુરત15 દિવસ પહેલા
ચાની નાનકડી દુકાન ચલાવી રોજગારી કરનારને આમ આદમી પાર્ટીએ ઉમેદવાર બનાવ્યો છે.
  • વડનગરમાં ફેક્ટરી બંધ થતાં સુરત આવીને ચા વેચનાર મેહૂલ પટેલે કહ્યું,લોકો ભાજપ કોંગ્રેસથી નારાજ છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાને ચા વાળો હોવાનું કહીને લોકસભાની ચૂંટણીમાં ભારે પ્રચાર કર્યો હતો. ત્યારે સુરત પાલિકાની ચૂંટણીમાં પણ એક ચા વેચનાર ઉમેદવાર મેદાનમાં છે. પાંડેસરા વિસ્તારમાં આવેલા શ્રી ઉમિયા ટી નામની નાનકડી દુકાન ધરાવનાર અને ચા બનાવીને લોકોને વેચનાર મેહૂલ પટેલને આમ આદમી પાર્ટીએ પોતાનો ઉમેદવાર બનાવ્યાં છે. મેહૂલ પટેલ મૂળ મહેસાણાના વતની છે. વડનગરમાં ફેક્ટરીમાં કાર્યરત હતા અને ત્યાં ફેક્ટરી બંધ થઈ જતા તેઓ સુરત આવી ગયા હતા. મેહુલ પટેલ છેલ્લા સાડા ચાર વર્ષથી આ નાનકડી દુકાનમાં સ્થાનિક લોકોને ચા બનાવીને આપે છે.હાલ ચૂંટણી પ્રચારમાં લોકોને ચા પીવડાવીને કહે છે કે, લોકો માટે ઈમાનદારીથી કામ કરીશ.

કોઈ સાંભળતુ ન હોવાથી ચૂંટણી લડું છું
મેહૂલ પટેલએ રાજકારણમાં આવવા અંગે કહ્યું હતું કે, તેઓ ચાની દુકાન ધરાવે છે. અહીં રોજે અનેક લોકો આવીને ચર્ચા વિચારણા કરતા હોય છે. પોતાની સમસ્યા એકબીજાને કહેતા હોય છે. તે સાંભળીને લાગ્યું કે, ચૂંટણી લડીને લોકોની સમસ્યા દૂર કરી શકાય. મારો સ્વભાવ પણ એવો છે કે, જ્યારે હું કોઈનું દુઃખ સાંભળું, તો હું તેનો નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરતો હોઉ છું.એટલે રાજકારણમાં પ્રવેશ કર્યો છે. સામાન્ય લોકો માટે હું રાજકારણમાં આવ્યો છું.

ચા પીવા આવનાર લોકોને ઉમેદવાર મત આપવા અપીલ કરે છે.
ચા પીવા આવનાર લોકોને ઉમેદવાર મત આપવા અપીલ કરે છે.

કોંગ્રેસ અને ભાજપ ઉપર લોકોને વિશ્વાસ નથી: મેહૂલ પટેલ
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, હવે કોંગ્રેસ અને ભાજપ ઉપર લોકોનો વિશ્વાસ વધારે નથી. હાલ કોંગ્રેસ સુરતમાં જ નથી અને ભાજપ ઉપર લોકો આટલો વધુ વિશ્વાસ કરતાં પણ નથી આમ આદમી પાર્ટી એક વિકલ્પ તરીકે સામે આવી છે અને દિલ્હીમાં જે રીતે આમ આદમી પાર્ટીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે વિકાસના કામો કર્યા છે. તે જ મોડલ સુરતમાં પણ લોકોને જોવા મળે અને ઈમાનદારીથી લોકોના કામ કરવા માટે સમર્પિત રહી શકાય તેથી હું ચૂંટણી લડી રહ્યો છું.

મહૂલ પટેલએ કહ્યું કે, પોતે જીતશે તો આગામી દિવસોમાં લોકોના પ્રશ્નોને વાચા આપશે
મહૂલ પટેલએ કહ્યું કે, પોતે જીતશે તો આગામી દિવસોમાં લોકોના પ્રશ્નોને વાચા આપશે

આપે સામાન્ય લોકોને તક આપી
સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ પક્ષ દ્વારા અનેક કરોડપતિ ઉમેદવારો મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીએ આ વખતે વધારે મહત્તવના સુરતના મધ્યમ વર્ગીય પરિવારથી આવતા લોકોને અથવા તો શિક્ષિત બેરોજગારોને પોતાનો ઉમેદવાર બનાવ્યા છે. એવા જ ઉમેદવારને વોર્ડ નંબર 29 માં આમ આદમી પાર્ટીએ ઉભો કર્યો છે. આ વોર્ડમાંથી આમ આદમી પાર્ટીએ એક ચા વાળાને ચૂંટણી લડવાની તક આપી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

વધુ વાંચો