ચૂંટણી:11માંથી 8 બેઠક પર કોંગ્રેસને પછાડી આપ બીજા ક્રમે રહી

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધારેલી સફળતા ન મળી છતાં 4.59 લાખ મત ખેંચ્યા
  • ઓલપાડ​​​​​​​, ઉધના, પશ્ચિમમાં જ કોંગ્રેસ બીજા સ્થાને

સુરત શહેરની 12 વિધાનસભા બેઠક પૈકી એક માત્ર પૂર્વ બેઠક પર ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા 11 બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા. સુરત શહેરમાં આપ પાર્ટીને 1 પણ બેઠક મળી નથી. પરંતુ કોંગ્રેસની સરખામણીએ આમ આદમી પાર્ટીના વોટની ટકાવારી વધી છે. 11 બેઠક પૈકી 8 બેઠક પર ભાજપ પછી બીજા નંબરે આમ આદમી પાર્ટી રહી છે.

સુરતની ઓલપાડ, ઉધના અને પશ્ચિમ બેઠક પર જ કોંગ્રેસ બીજા ક્રમે રહી છે. જ્યારે મજૂરા, પશ્ચિમ, ચોર્યાસી, કરંજ, કતારગામ, વરાછા, કામરેજ, લિંબાયત બેઠક પર આપના ઉમેદવારો બીજા ક્રમે રહ્યા છે. આમ આદમી પાર્ટીને સૌથી વધુ વોટ કામરેજ, વરાછા અને કતારગામ બેઠક પર મળ્યા છે.

સુરત શહેરમાં ભાજપને 14.18 લાખ, આમ આદમી પાર્ટીને 4.59 લાખ અને કોંગ્રેસ 2.99 લાખ મત મળ્યા છે. આમ, આ ચૂંટણીમાં આપ ભલે હારી હોય પરંતુ કોંગ્રેસને તો નવ નેજા પાણી લાવી નાંખ્યા એ હકીકત સાબિત થઈ છે.

કોંગ્રેસને આ રીતે નવનેજા પાણી આવી ગયાં

બેઠકભાજપઆપકોંગ્રેસ
લિંબાયત95,69637,68729436
મજૂરા133,33516,6609447
પૂર્વ73,14259125
ઉત્તર57,11722,82414854
વરાછા67,20650,3722940
કરંજ60493245192954
કતારગામ1205055587826840
કામરેજ18558511088827511
ચોર્યાસી2360334961525840
પશ્ચિમ1229811695518669
ઉધના939992174124103
ઓલપાડ1724245224057288
અન્ય સમાચારો પણ છે...