તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેખાવ:​​​​​​​સુરતમાં રસ્તા પર ઉતરીને AAP દ્વારા ભીખ માગવામાં આવી, કોરોનાના નામે ધંધા રોજગાર પડી ભાંગતા વિરોધ પ્રદર્શન કરાયું

​​​​​​​સુરત2 મહિનો પહેલા
આમ આદમી પાર્ટી દ્વારા સરારની નીતિ રીતિ સામે અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો.
  • ઘોડદોડ રોડ પર આવેલા રામચોક ખાતે આપ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું

આમ આદમી પાર્ટી દ્વારા રાજ્ય સરકાર અને કોર્પોરેશન દ્વારા તઘલઘી નિર્ણય લેવામાં આવી રહ્યા છે તેનો વિરોધ નોંધાવ્યો હતો. સુરતના ઘોડદોડ રોડ વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને હોદ્દેદારો એકત્રિત થઈને ભીખ માગવાનો કાર્યક્રમ કર્યો હતો. સુરતના પોશ વિસ્તારમાં આમ આદમી પાર્ટીના નેતાઓ ભીખ માંગતા દેખાતા સૌ કોઈમાં કુતૂહલ ફેલાયું હતું.આપના કાર્યકરોએ કહ્યું કે, સરકારના તઘલઘી નિર્ણયના પગલે સામાન્ય વેપારીઓ, દુકાનદારો સહિતનાની રોજગારી છીવાઈ છે, જેથી સરકારની આંખ ખોલવા માટે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે.

આપના કાઉન્સિલરો પણ રસ્તા પર ઉતરી આવ્યાં હતાં.
આપના કાઉન્સિલરો પણ રસ્તા પર ઉતરી આવ્યાં હતાં.

બેરોજગારીના વિરોધમાં રોષ
કોરોના સંક્રમણને અટકાવવામાં તંત્ર નિષ્ફળ રહેતા રાજ્ય સરકાર અને સુરત કોર્પોરેશનના વહીવટનો અનોખી રીતે વિરોધ કર્યો હતો. આમ આદમી પાર્ટીના કહેવા મુજબ કોરોના સંક્રમણ શહેરમાં વધતા ફરી એકવાર ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગ બે દિવસ માટે બંધ કરાવવામાં આવ્યા હતા. તેમજ શહેરની વિવિધ રેસ્ટોરન્ટ જીમ સિનેમાગૃહો બંધ કરાવાતા વેપારીઓ અને શ્રમિક લોકોની આવક ઉપર મોટી અસર દેખાઈ રહી છે. વેપાર-ધંધા બંધ થઈ જતા બેરોજગારીનો પ્રશ્ન સૌથી મોટો અને વિકટ બનીને સામે આવી રહ્યો છે. લોકો પોતાનું ઘર કેવી રીતે ચલાવે તે એક મોટો પ્રશ્ન છે.

રામ ચોક ધોડદોડ રોડ પર વિરોધ કરવામાં આવ્યો હતો.
રામ ચોક ધોડદોડ રોડ પર વિરોધ કરવામાં આવ્યો હતો.

દંડ સામે વિરોધ
કોર્પોરેશનના અધિકારીઓ ખોટી રીતે લોકો પાસેથી કરોડો રૂપિયાના દંડ ઉપર આવી રહી છે. આજે લોકોની આર્થિક સ્થિતિ કોરોના સંક્રમણને કારણે નબળી થઈ છે. બીજી તરફ કોરાણા સંક્રમણને અંકુશમાં લાવવામાં નિષ્ફળ રહેલા વહીવટીતંત્ર લોકો પાસેથી હજાર હજાર રૂપિયા જેવો મસમોટો દંડ ઉઘરાવીને હેરાનગતિ કરી રહી છે. તેવા સમયે આમ આદમી પાર્ટીએ સુરતના પોશ વિસ્તારમાં ભીખ માંગવાનો કાર્યક્રમ કરીને સૌ કોઈને ચોંકાવી દીધા હતા.

લોકોને થતી હેરાનગતિના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
લોકોને થતી હેરાનગતિના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

કડક પગલાંઓનો વિરોધ
આમ આદમી પાર્ટી દ્વારા વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણય નો વિરોધ પ્રજાની વચ્ચે જઈને શરૂ કર્યો છે છેલ્લા એક વર્ષથી જીમ સિનેમાગૃહો અને રેસ્ટોરન્ટ ઉપર સૌથી વધુ અસર દેખાય છે. આવકના સાધનો ઉભા થઇ રહ્યા નથી બીજી તરફ સરકાર નિર્દયતાપૂર્વક દંડ ઉપર આવી રહી છે. આપના કાર્યકર્તાઓએ ઘોડદોડ રોડ વિસ્તારમાં એકત્રિત થઈને પ્રજાની નબળી પડેલી આર્થિક સ્થિતિને રજુ કરવા ભીખ માંગે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો