સેનેટમાં ત્રિપાંખિયો જંગ:વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીમાં AAP સમર્થિત CYSS દ્વારા 5 ઉમેદવારોના નામની જાહેરાત

સુરત16 દિવસ પહેલા
  • કૉપી લિંક
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે. - Divya Bhaskar
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સેનેટ ચૂંટણીને લઈને આપ પાર્ટીની વિદ્યાર્થી પાંખ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા પોતાના 5 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ એબીવીપીએ ઉમેદવારો જાહેર કર્યા હતા અને હવે છાત્ર યુવા સંઘર્ષ સમિતિએ 5 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ વખતે સેનેટ ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જોવા મળશે.

આગામી દિવસમાં અન્ય બેઠક માટે ઉમેદવારો જાહેર કરાશે
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં થનારી સેનેટ ચુંટણીને આપ પાર્ટીની વિદ્યાર્થી પાંખ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા પોતાના પ્રથમ પાંચ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. કોમ્પ્યુટર સાયન્સમાંથી વિશાલ વસોયા, આર્ટસમાંથી યોગેશ માંહ્યવંશી, કોમર્સમાંથી પીનલ દુધાત, સાયન્સમાંથી કિશન ઘોરી અને હોમિયોપેથીકમાંથી ડો.ચેતના કાછડીયાના નામની જાહેરાત કરવામાં આવી છે. હાલ પાંચ ફેકલ્ટીના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. આગામી દિવસમાં અન્ય સીટ માટે ઉમેદવારો જાહેર કરાશે તેમ દર્શિત કોરાટે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ એબીવીપીએ ઉમેદવારો જાહેર કર્યા હતા અને હવે છાત્ર યુવા સંઘર્ષ સમિતિએ 5 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ વખતે સેનેટ ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જોવા મળશે.

ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એડી ચોટીનું જોર લગાવશે
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીમાં આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એડી ચોટીનું જોર લગાવશે. દરેક રાજકીય પક્ષના યુવા છાત્ર સંગઠનો દ્વારા સેનેટની ચૂંટણીમાં ઝંપલાવીને પોતાના પક્ષની તાકાત બતાવવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેને લઈને અંદરો અંદર પણ ખૂબ ખેંચતાણ જોવા મળી રહી છે. આ વખતે સેનેટની ચૂંટણી સુધીમાં રાજકીય કાવાદાવા આવવાનો અખાડો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી બની રહે તો નવાઈ નહીં.

અન્ય સમાચારો પણ છે...