છેલ્લા થોડા દિવસોથી ગુજરાતના રાજકારણમાં સૌથી વધારે કોઈ રાજકીય મુદ્દો બન્યો હોય તે શિક્ષણ છે. શિક્ષણના મુદ્દે સતત નેતાઓ આક્ષેપ-પ્રતિઆક્ષેપો કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી આ મુદ્દાને વગોવવામાં કોઈ કસર છોડવા માંગતી નથી. આમ આદમી પાર્ટીએ રાજકીય મુદ્દો બનાવીને રાજ્યના શિક્ષણ વિભાગની કથળતી સ્થિતિનો ચિતાર બતાવવામાં કોઈપણ પ્રકારની તક છોડી નથી. તેમના રાષ્ટ્રીય નેતા મનીષ સિસોદિયા જ્યારે પણ ગુજરાતમાં આવે છે. ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગે અંગે આકરી ટીકા કરતા હોય છે.ત્યારે એક કદમ આગળ વધી આપે વોટ્સએપ નંબર જાહેર કરી લોકો પાસેથી દયનિય હાલતમાં રહેલી શાળાના ફોટો વીડિયો મગાવ્યા છે.
ચિતાર જાણવા પ્રયાસ
આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યમાં 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો શાસન હોવા છતાં શિક્ષણ કેવી સ્થિતિ છે. તે અંગે જાણવાનો પ્રયાસ શરૂ કર્યો છે. રાજ્યભરમાંથી દરેક જિલ્લાઓમાં આવેલી શાળાઓની સ્થિતિ કેવી છે. તેને લઈને લોકોને જ પોતાના વિસ્તારની શાળાના ફોટો અને વીડિયો મોકલવા માટે કહેવામાં આવ્યું છે. જેથી કરીને લોકો સાથે આમ આદમી પાર્ટીનો સંપર્ક પણ કેળવાય અને તેમને સરળતાથી રાજ્યભરની શાળાઓની સ્થિતિ અંગેનો સાચો ચિતાર મળી જાય. દરેક જિલ્લામાં નંબર આપવામાં આવ્યો છે. જેના થકી લોકો પોતાના વિસ્તારની શાળાઓની માહિતી શેર કરી શકાશે.
વડાપ્રધાનને સારી શાળા દેખાડાશે-આપ
આ પ્રદેશ મંત્રી રામ ધડુકે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ આપવાની વાતો કરવામાં આવી. પરંતુ શિક્ષણ વ્યવસ્થાની રાજ્યમાં સ્થિતિ છે. જે અંગે ધીરે ધીરે સૌ કોઈને માહિતી મળી રહી છે. આજે અમે સોશિયલ મીડિયા મારફતે એક નંબરની જાહેરાત કરી છે. જેના પર રાજ્યભરમાંથી લોકો જ તેમના વિસ્તારની શાળાના ફોટો અને વીડિયો મોકલશે. અમને સૂત્રો પાસેથી માહિતી મળી છે કે, આવનાર દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતની મુલાકાતે આવશે ત્યારે શિક્ષણ વિભાગના કમાન્ડ એન્ડ કંટ્રોલ સાથે રહીને રાજ્યની કેટલી શાળાઓની માહિતી લેશે. જેમાં રાજ્ય સરકાર રાજ્યભરની બે-પાંચ સારી સારી શાળાઓ બતાવીને ગુજરાતના શિક્ષણને ઉચ્ચ ગુણવત્તાવાળું બતાવી દેશે. તે પહેલા જ અમે સમગ્ર રાજ્યના લોકો સાથે જોડાઈને અલગ અલગ જિલ્લાઓમાં સરકારી શાળાઓની શું સ્થિતિ છે. તેના વિશેની માહિતી એકત્રિત કરીશું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.