ચૂંટણી:કામરેજ બેઠક ઉપર આપ ફરી ‘રામ’ધડુક ભરોસે, બારડોલીમાં પૂર્વ ભાજપી રાજેન્દ્ર સોલંકીને ઉતાર્યા

સુરત7 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજેન્દ્ર સોલંકી, રામ ધડૂક - Divya Bhaskar
રાજેન્દ્ર સોલંકી, રામ ધડૂક
  • કામરેજ બેઠક વિસ્તારમાં મનપા ચૂંટણીમાં આપના 8 ઉમેદવાર જીત્યા હતા

આમ આદમી પાર્ટીએ આગામી વિધાનસભાની ચૂંટણીમાં 10 બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કર્યા હતા જેમાં સુરતની કામરેજ અને બારડોલી બેઠકનો પણ સમાવેશ થાય છે. કામરેજ બેઠક પર ફરી વાર રામ ધડુકને ઉતાર્યા છે જયારે બારડોલી બેઠક પર ભાજપ સાથે છેડો ફાડી આપમાં ગયેલા રાજેન્દ્ર સોલંકીનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. સુરતમાં મનપામાં વિપક્ષ સુધી પહોંચવામાં સફળ રહેલી આમ આદમી પાર્ટી હવે વિધાનસભામાં પણ પ્રવેશ મેળવવા કમર કસી રહી છે.

કામરેજમાં હાલ ભાજપના વી. ડી. ઝાલાવાડિયા ધારાસભ્ય છે જયારે બારડોલીમાં ઈશ્વર પરમાર ધારાસભ્ય છે. રામ ધડૂક પ્રદેશ આપમાં મંત્રી છે જ્યારે રાજેન્દ્ર સોલંકી ભાજપમાં હતા ત્યારે જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ અને મંત્રી સુધીની કામગીરી કરી ચૂક્યા છે. ગત વિધાનસભા ચૂંટણીમાં રામધડૂક 1454 મત મેળવી શક્યા હતા.

અન્ય સમાચારો પણ છે...