તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:PM વિરુદ્ધ ટિપ્પણી કરનારા ‘આપ’ના કાર્યકરની ધરપકડ

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • PM વિરુદ્ધ ટિપ્પણી કરનારા ‘આપ’ના કાર્યકરની ધરપકડ

કોરોનાની મહામારીમાં દેશના વડાપ્રધાનની વિરૂધ્ધ ટિપ્પણી કરનાર સિવિલ કોન્ટ્રાકટર સંજય ઉર્ફે સંજયતોરી લાલજી ડાંગર (40)(રહે,પ્રમુખ પાર્ક સોસા, કેનાલ રોડ, પુણા, મૂળ રહે. અમરેલી)ની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે.

પકડાયેલા કોન્ટ્રાકટરે કોરોનાની મહામારીમાં પ્રશ્વિમ બંગાળના મુખ્યમંત્રીનો ફોટો મુકી કોઈપણ જાતના આધાર પુરાવા વગર સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરી હતી. એટલું જ નહિ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરૂધ્ધમાં પણ ટીપ્પણી કરી હતી. જેના કારણે સાયબર ક્રાઇમે તેના વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો.

આ અંગે વધુમાં સાયબર ક્રાઇમના સ્ટાફે જણાવ્યું હતું કે, કોન્ટ્રાકટર સંજય ડાંગર આમ આદમી પાર્ટીનો સભ્ય છે. પોલીસ સમક્ષ કોન્ટ્રાક્ટર સંજય ડાંગરે કહ્યું કે, તેણે આ પોસ્ટ બીજામાંથી ફોરવર્ડ કરી હતી. બાકી તેણે આવુ કશું બનાવ્યું ન હોવાનું પોલીસ સામે રટણ કર્યુ છે. જેથી આ મામલે સાયબર ક્રાઈમે તેના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ હાથ ધર્યો છે.

અન્ય સમાચારો પણ છે...