સુરત:આમ આદમી પાર્ટી દ્વારા યુવા જોડો અભિયાન, પોરબંદરથી શરૂ કરી ગાંધી આશ્રમ અમદાવાદ પૂર્ણ કરાશે

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં યુવાનોને જોડવા માટે અભિયાનના પોસ્ટરને લોન્ચ કરવામાં આવ્યું હતું. - Divya Bhaskar
આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં યુવાનોને જોડવા માટે અભિયાનના પોસ્ટરને લોન્ચ કરવામાં આવ્યું હતું.
  • સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારની પસંદગી કરાશે

આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને દરેક પક્ષ કમર કસી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા પણ યુવા જોડો અભિયાનની શરૂઆત કરવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ અઘ્યક્ષ કિશોર દેસાઇ તેમજ ઉપાઘ્યક્ષ ગોપાલ ઇટાળીયાએ જણાવ્યું હતું કે, પોરબંદર બાપુની જન્મભૂમિથી આ અભિયાનની શરૂઆત કરવામાં આવશે અને બે ઓક્ટોબર બાપુના જન્મદિવસ સુધી એક મહિનો સતત યુવા જોડો અભિયાન શરૂ રહેશે. જેમાં અંદાજે પાંચેક લાખ યુવકો જોડાય તેવી આશા સેવવામાં આવી રહી છે.

તમામ બેઠકો પર ઉમેદવારો ઉભા રખાશે
આપના ઉપાધ્યક્ષ ગોપાલ ઈટાલીયાએ જણાવ્યું હતું કે, આગામી ચૂંટણીમાં આપ પાર્ટી દિલ્હીના મોડલ અનુસાર ફ્રી સ્કૂલ, સારા રસ્તા અને ભ્રષ્ટાચાર મુક્ત સરકારી કચેરીઓના નારા સાથે લોકોની વચ્ચે જશે. દરેક જગ્યાએ પાર્ટીના ઉમેદવાર ઉભા રાખવામાં આવશે. લોકોના મુદ્દાઓને લઈને ચૂંટણી લડવામાં આવશે.

રાજ્યભરમાંથી લોકોને પાર્ટી સાથે જોડવામાં આવશે
આપ પાર્ટી દ્વારા એક મહિના સુધી યુવા જોડો અભિયાન શરૂ કરવામાં આવશે. જેમાં રાજ્યના દરેક ખૂણેથી લોકોને પાર્ટીના સભ્ય બનાવવામાં આવશે. હાલ પાર્ટીનું સંગઠન દરેક તાલુકામાં છે પરંતુ તેને મજબૂત કરવામાં આવશે અને આગામી ચૂંટણીમાં આ મજબૂત સંગઠન સાથે ચૂંટણીઓ લડવામાં આવશે તેમ પક્ષના પ્રવક્તા દ્વારા જણાવવામાં આવ્યું હતું.