તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરત:પાકિસ્તાનના વડાપ્રધાનના પૂતળાં દહન કરતાં આમ આદમી પાર્ટીના કાર્યકરોની અટકાયત

સુરતએક વર્ષ પહેલા
પોલીસ દ્વારા આપના નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી
  • ઉધના અને વનિતા વિશ્રામ ખાતેથી અટકાયત કરાઈ

પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારે વિવાદાસ્પદ નકશાને મંજૂરી આપી છે. જેમાં ભારતના પ્રદેશોને પાકિસ્તાને પોતાના ગણાવ્યાં છે. જેને લઈને આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત ભરમાં કાર્યક્રમો આપવામાં આવ્યાં છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના પૂતળાં દહનનો કાર્યક્રમ સુરતના ઉધના અને વનિતા વિશ્રામ ખાતે યોજવામાં આવ્યો હતો. આપના કાર્યકરો પૂતળાં દહન કરે તે અગાઉ આપના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

પાકિસ્તાને બુદ્ધિનું પ્રદર્શન કરતા રોષ
પાકિસ્તાને પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરીને જૂનાગઢને અને માણાવદર સહિતના વિસ્તારોને પોતાના નકશામાં દર્શાવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે આમ આદમી પાર્ટીએ પાકિસ્તાન સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ઈમરાન ખાનના પૂતળાં દહન કરવાનો કાર્યક્રમ યોજ્યો હતો. આપના કાર્યકરોએ પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા. પૂતળાં દહન કરતા પોલીસે આમ આદમી પાર્ટીના કાર્યકરોની અટકાયત કરી હતી.

આપના નેતાઓ કાર્યકરોની અટકાયત
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનનુ વનિતા વિશ્રામ,રીગ રોડ ખાતે પૂતળાંનું દહન કરવા ઉપસ્થિત રહેલા આપ ગુજરાત પ્રદેશ ઉપાઘ્યક્ષ ગોપાલ ઇટાળીયા,પ્રવક્તા યોગેશ જાદવાણી,સુરત શહેર પ્રભારી રામ ધડુક,સુરત શહેર સહિત પ્રમુખ લક્ષ્મણભાઇ સુખડીયા સહિતના 50 થી વઘુ કાર્યકરોની ઉમરા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.