તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:કોરોનાની ત્રીજી લહેર અગાઉ સો ટકા રસીકરણ થાય તે માટે આમ આદમી પાર્ટી જાગૃતિ અભિયાન ચલાવશે

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ વેક્સિનેશનને લઈને માહિતી આપી હતી. - Divya Bhaskar
આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ વેક્સિનેશનને લઈને માહિતી આપી હતી.
  • ગોપાલ ઈટાલિયાએ કહ્યુ કે, કાર્યકરો રસીકરણને સફળ બનાવવા કમર કસશે

હાલમાં કોરોના મહામારીનો બીજો વેવ ચાલી રહ્યો છે અને વૈજ્ઞાનિકો તેમજ ડોક્ટર્સનાં મંતવ્ય મુજબ ત્રીજો વેવ પણ આવી શકે છે. જો બીજો વેવ આટલો ઘાતક અને જીવલેણ હોય તો ત્રીજા વેવની કલ્પના જ ડરામણી છે ત્યારે આવા સંજોગોમાં કોરોના મહામારીથી કાયમી મુક્તિ મેળવવાનો એકમાત્ર અને અસરકાર રસ્તો અસરકારક રસીકરણ છે. આમ આદમી પાર્ટી સઘન રસીકરણ અભિયાન ઉપર ભાર મૂકીને વહેલી તકે આ અભિયાનના ભાગ રૂપે ગુજરાતમાં રસીકરણ ઝુંબેશ ઉપાડવામાં આવે તેવી માગણી કરી છે.

100 ટકા રસીકરણ માટેના પ્રયાસ
ગોપાલ ઇટાલિયા એ જણાવ્યું હતું કે, રસીકરણને લઈને હાલમાં જે સરકારી કામગીરી થઇ રહી છે તેમાં મહદઅંશે આયોજનનો અભાવ અને અપૂરતું સંકલન જોવા મળી રહ્યું છે, આ સિવાય રજીસ્ટ્રેશન પ્રક્રિયાનાં કારણે રસીકરણ વ્યવસ્થા જટિલ અને વિલંબિત બની રહી છે. આ મહામારીના સમયે આમ આદમી પાર્ટી કોઈ રાજકારણ કે ટીકા-ટીપણી કરવા માંગતી નથી પરંતુ ગુજરાતમાં 100 ટકા રસીકરણ થાય તે માટે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ મહેનત કરવા અતિ ઉત્સુક છે.

લોકોમાં ફેલાયેલી ગેરસમજ દૂર કરાશે
રસીકરણને લઈને જનતામાં કેટલીક અફવાઓ અને ગેરસમજણો પણ ફેલાયેલ છે જેને દુર કરવા માટે આમ આદમી પાર્ટી ગુજરાતમાં જનજાગૃતિ માટે "રસીકરણ જાગૃતિ અભિયાન” શરૂ કરવા જઈ રહી છે. આ અભિયાન સોશિયલ મીડિયા અને ઉપલબ્ધ ડીજીટલ માધ્યમોનાં ઉપયોગથી રસી અંગે પ્રાથમિક જાણકારી અને રસીકરણનાં ફાયદાઓ અંગે જનજાગૃતિ ફેલાવવાનું કામ કરશે. સાથે સાથે શક્ય હોય ત્યાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જનસંપર્ક કરીને લોકોને જાગૃત કરશે, નજીકમાં ઉપલબ્ધ રસીકરણ કેન્દ્રોની માહિતી આપશે, લોકોનું રસી મુકવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી આપશે અને નજીકના કેન્દ્રો પર એપોઇન્ટમેન્ટ મેળવી આપશે.