તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણીનો પ્રચાર:સુરતમાં આમ આદમી પાર્ટીનો રોડ શોથી પ્રચાર શરૂ, ઠેર-ઠેર ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું

સુરત3 મહિનો પહેલા
આપના રોડ શોમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ભૂલાયું.
  • રાજ્યસભાના સાંસદ સંજય સિંહ દ્વારા રોડ શો યોજાયો

આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહ દ્વારા આજે સુરતના ઉધના લિંબાયત-પાંડેસરા વિસ્તારમાં સ્થાનિક સ્વરાજથી ચૂંટણીના પ્રચારરૂપી રોડ શો કર્યો હતો. વિજય સંકલ્પના બેનર હેઠળ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. રોડ શોમાં અલગ-અલગ વિસ્તારોમાં સંજય સિંહનું સ્વાગત કરવામાં આવ્યું હતું .આમ આદમી પાર્ટીમાં ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારોના રોડ વિસ્તારમાં પણ સંજય સિંહનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. રોડ-શોમાં મોટી સંખ્યામાં યુવાનો અને મહિલાઓ જોડાઈ હતી. કોંગ્રેસ અને ભાજપના વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી સુરત કોર્પોરેશન ચૂંટણીમાં ઝંપલાવ્યું છે.

સૌરાષ્ટ્રવાસીઓ પહેરે તેવી પાઘડી પહેરીને લોકોને રીઝવવાનો પ્રયાસ
આપના રોડ શોને સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. સંજયસિંહ માથા પર સૌરાષ્ટ્રવાસીઓ પહેરે તેવી પાઘડી પહેરીને લોકોને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો. રોડ શો દરમિયાન તેમણે સતત પોતાના પક્ષ તરફ મતદારોને આવવા માટે અપીલ કરી હતી. તેમણે ભ્રષ્ટાચાર મુક્ત સરકાર અને ગરીબ અને મધ્યમ વર્ગ માટે વિવિધ યોજનાઓ થકી લાભ આપવાની વાત પણ કરી હતી. ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે ગેરંટી કાર્ડમાં રજુ કરેલી વાતો પણ પ્રજા સમક્ષ રોડ શો દરમિયાન મૂકી હતી.

રાજ્યસભાના સાંસદ સંજય સિંહ ખુલી જીપમાં સવાર થયા.
રાજ્યસભાના સાંસદ સંજય સિંહ ખુલી જીપમાં સવાર થયા.

આમ આદમી પાર્ટીની પસંદગી કરવા અપીલ
આમ આદમી પાર્ટીએ શહેરના સ્વચ્છ છબી ધરાવનાર અને શૈક્ષણિક લાયકાત ધરાવનાર ઉમેદવારોને જ ટિકિટ આપી છે. સારા શિક્ષણ અને સ્વાસ્થ્યની સારી સેવાઓ માટે આમ આદમી પાર્ટીની પસંદગી કરવામાં આવે એ પ્રકારની સતત જાહેરાત તેમના દ્વારા રોડ શો દરમિયાન કરવામાં આવી હતી.

રોડ-શોમાં મોટી સંખ્યામાં યુવાનો અને મહિલાઓ જોડાઈ હતી.
રોડ-શોમાં મોટી સંખ્યામાં યુવાનો અને મહિલાઓ જોડાઈ હતી.

રોડ શોમાં સોશિયલ ડિસ્ટન્સ-માસ્ક ભૂલાયું
આપ દ્વારા યોજાયેલા રોડ શોમાં મોટી સંખ્યામાં યુવાનો મહિલાઓ જોડાયા હતા. જોકે, આ રોડ શોમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ભૂલાયું હોવાનું નજરે પડ્યું હતું. જ્યારે ખુલી જીપમાં સવાર નેતાઓ જ માસ્ક વિના નજરે પડ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

વધુ વાંચો