દેખાવો:સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઇને વિરોધ પ્રદર્શન

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અઠવાગેટ ખાતે પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયેલા વધારાનો વિરોધ કરવામાં આવ્યો હતો - Divya Bhaskar
અઠવાગેટ ખાતે પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયેલા વધારાનો વિરોધ કરવામાં આવ્યો હતો
  • છેલ્લા એકથી દોઢ વર્ષમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે પ્રજાના પૈસાની લૂંટ ચલાવી

આમ આદમી પાર્ટી દ્વારા સુરત અઠવાગેટ ખાતે પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયેલા વધારાનો વિરોધ કરવામાં આવ્યો હતો. પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. રોજ રોજ વધી રહેલા પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઈને મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારોએ પેટ્રોલના ભાવ ઘટવાની જાણે આશા છોડી દીધી છે. પેટ્રોલ-ડીઝલના ભાવને કારણે મધ્યમ વર્ગનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઇ ચૂક્યું છે.

મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થયું
પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાને કારણે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ઉપર પણ તેની અસર દેખાઈ રહી છે. ચારે તરફ મોંઘવારીએ માઝા મૂકી છે. ટ્રાન્સપોર્ટેશન પણ ખૂબ જ મોંઘું થઈ ગયું છે. તેના કારણે તમામ ચીજ વસ્તુઓ ઉપર ભાવ વધારો થઈ રહ્યો છે. ખેડૂતોને પણ ભારે મુશ્કેલી થઈ રહી છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થતાં ખેડૂતોના ઉત્પાદન ખર્ચમાં પણ વધારો થયો છે.

કટ આઉટ હાથમાં રાખીને મહિલાઓએ તથા કાર્યકરોએ વિરોધ કર્યો હતો.
કટ આઉટ હાથમાં રાખીને મહિલાઓએ તથા કાર્યકરોએ વિરોધ કર્યો હતો.

લોકોનું જીવવું કપરૂં થયું
આમ આદમીના વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવને નિયંત્રણમાં કરવા માટેની કોઇ નીતિ નથી.ભૂતકાળમાં જ્યારે પેટ્રોલના ભાવમાં 50 રૂપિયાનું પણ વધારો થતો હતો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દેશભરમાં બુમરાણ મચાવી દેતી હતી. હવે જ્યારે કેન્દ્રમાં ભાજપની સરકાર છે અને રાજ્યમાં પણ ભાજપની સરકાર છે. ત્યારે સરકાર કેમ પેટ્રોલ અને ડીઝલમાં ભાવ ઘટાડતી નથી.