સુરતના પુણા વિસ્તારની અંદર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ બંને ખૂબ જ સક્રિય છે. આમ આદમી પાર્ટી દ્વારા અનેક વખતે સ્થાનિક લોકોના પ્રશ્નોના ઉકેલ માટે મહાનગરપાલિકામાં અનેક માગણીઓ કરવામાં આવી છે. આજે આમ આદમી પાર્ટી દ્વારા મૌન રેલી કાઢવામાં આવી હતી. જેમાં વિશેષ કરીને કબજા રસીદ વાળા મકાનોના દસ્તાવેજ કરી કાયદેસર માલિકી હક આપોની માગ કરવામાં આવી હતી.
પુણા-કરંજ ખાડીને પેક કરવાની માગ
સુરતના પુણા વિસ્તારની અંદર આમ આદમી પાર્ટી દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કબજા રસીદ વાળા મકાનોના દસ્તાવેજ કરી કાયદેસર માલિકી હક આપો, વરાછા વિસ્તારમાં સરકારી કોલેજ આપોની માગ કરવામાં આવી હતી, સોનાની સુરતમાં દાગ સમાન પુણા-કરંજ ખાડીને પેક કરો, રસ્તા વચ્ચે બંધ પડેલ હાઈટેનશન લાઈન હટાવી રસ્તા ખુલ્લા કરો જેવા અનેક પ્રશ્નો વર્ષોથી સતાવી રહ્યા છે પરંતુ તેનો ઉકેલ આવ્યો નથી. આ તમામ મુદ્દાઓનો ઝડપથી ઉકેલ લાવવાની માંગ સાથે બિનરાજકીય મૌન રેલીનું આયોજન કર્યું હતું. જેમાં બિનરાજકીય રીતે જનપ્રતિનિધિ તરીકે આ માંગણીનું સમર્થન કરીને આપના નેતાઓ રેલીમાં જોડાયા હતા.
આદમી પાર્ટીના કોર્પોરેટર અને કોંગ્રેસના નેતાઓ જોડાયા
સ્થાનિક પ્રશ્ન માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ જોડાયા હતા. જેમાં પૂર્વ વિસ્તારના તેમજ આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા કોર્પોરેટરો અને કોંગ્રેસના માજી કોર્પોરેટરો પણ રેલીમાં જોડાયા હતા. કબજા રસીદવાળા ઘરો ખૂબ જ મોટા પ્રમાણમાં છે તેને કાયદેસર કરવા માટે પણ ખૂબ જ છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારના લોકોએ લડત ઉપાડી છે તેમજ ખાડીનો પ્રશ્ન પણ સતાવી રહ્યો છે. મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન આ મુદ્દા પર હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. ભલે રેલીને બિનરાજકીય જાહેર કરવામાં આવી હતી પરંતુ રેલીની અંદર સોસાયટીના પ્રમુખોની સાથે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને કોંગ્રેસના નેતાઓ પણ દેખાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.