જન્મજયંતીની ઉજવણી:સુરતમાં સરદાર પટેલના જન્મદિવસ નિમિત્તે આમ આદમી પાર્ટી દ્વારા તિરંગા યાત્રા, ગોપાલ ઇટાલીયા સહિતના નેતાઓ જોડાયા

સુરત3 મહિનો પહેલા
તિરંગા યાત્રા મીની બજાર જઈ સંપન્ન કરવામાં આવી.
  • આમ આદમી પાર્ટીના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકત્રિત થઈને યાત્રામાં જોડાયા

સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે આમ આદમી પાર્ટી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. સુરત રેલ્વે સ્ટેશન સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પંચામૃતથી અભિષેક કરીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ તિરંગા યાત્રા મીની બજાર જઈ સંપન્ન કરવામાં આવી હતી.

હાથમાં તિરંગા લઈને જય સરદારના નારા લગાવ્યા
સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે સમગ્ર શહેરની અંદર વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે. સુરતમાં પણ અલગ-અલગ વિસ્તારોની અંદર સરદાર સાહેબના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આમ આદમી પાર્ટી દ્વારા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકત્રિત થઈને યાત્રામાં જોડાયા હતા. નાના મોટા સૌ કોઈ હાથમાં તિરંગા લઈને જય સરદારના નારા લગાવ્યા હતા.

જય સરદારના જય ઘોષ સાથે આપના કાર્યકર્તાઓ ઉત્સાહભેર તિરંગા યાત્રામાં હાજર રહ્યા.
જય સરદારના જય ઘોષ સાથે આપના કાર્યકર્તાઓ ઉત્સાહભેર તિરંગા યાત્રામાં હાજર રહ્યા.

આપના કાર્યકર્તાઓ ઉત્સાહભેર તિરંગા યાત્રામાં હાજર રહ્યા
ત્રિરંગા યાત્રામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા સહિતના અન્ય હોદ્દેદારો હાજર રહ્યા હતા. મીની બજારનો આસપાસનો સમગ્ર વિસ્તાર પાટીદાર ગઢ માનવામાં આવે છે. આમ આદમી પાર્ટીને પાટીદારના સમર્થનને કારણે કોર્પોરેશનમાં સારી બેઠકો મળી હતી. આમ આદમી પાર્ટી સરદાર સાહેબની જન્મ જયંતી નિમિત્તે મીની બજાર વિસ્તાર સુધી પદયાત્રા કાઢીને પાટીદારમાં પોતાની લોકપ્રિયતા યથાવત રાખવા ઈચ્છી રહી છે. જય સરદારના જય ઘોષ સાથે આપના કાર્યકર્તાઓ ઉત્સાહભેર તિરંગા યાત્રામાં હાજર રહ્યા હતા.

તિરંગા યાત્રામાં તમામ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને હોદ્દેદારો સહિત કાર્યકર્તાઓ જોડાયા.
તિરંગા યાત્રામાં તમામ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને હોદ્દેદારો સહિત કાર્યકર્તાઓ જોડાયા.

આપના પ્રદેશ મહામંત્રીએ કેવડિયામાં અમિત શાહની હાજરીને લઈને કટાક્ષ કર્યો
આપના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું કે તિરંગા યાત્રામાં તમામ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને હોદ્દેદારો સહિત કાર્યકર્તાઓ જોડાયા હતા. સમગ્ર રાજ્યની અંદર વિવિધ શહેરોમાં સરદાર સાહેબની જન્મ જયંતીને માનભેર ઉજવણી કરવા માટે અમે વિવિધ કાર્યક્રમો આપ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અમિત શાહની હાજરીને લઈને તેમણે કટાક્ષ કરતાં કહ્યું કે સરદાર અને ગાંધીનો ઉપયોગ માત્ર પોતાના હિત માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે આજ સુધી તેમના વિચારોને ક્યારે અમલમાં મૂક્યા નથી.