• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Aam Aadmi Party In Gujarat Will Go Door To Door To Give Guarantee Cards To People From Tomorrow, Announcement Of 'Guarantee Registration Campaign' Mahaabhiyan

ડોર ટુ ડોર પ્રચારના શ્રી ગણેશ:ગુજરાતમાં આમ આદમી પાર્ટી આવતીકાલથી ઘરે ઘરે જઈ લોકોને ગેરંટી કાર્ડ આપશે, ગેરંટી રજિસ્ટ્રેશન કેમ્પેઇન’ મહાઅભિયાનની જાહેરાત

સુરતએક મહિનો પહેલા
  • ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેન’ દરેક વ્યક્તિ સુધી પહોંચવાનું એક ડોર ટુ ડોર કેમ્પેન છે: આપ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ અને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે. દરેક રાજકીય પક્ષો લોકોને આકર્ષવા માટે કમર કસી રહ્યા છે, ત્યારે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા આવતીકાલથી ડોર ટુ ડોર પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવશે. આ પ્રચાર દરમિયાન આમ આદમી પાર્ટી દ્વારા અરવિંદ કેજરીવાલ વતી જે ગેરંટી કાર્ડ આપવામાં આવ્યા છે. તે લોકોના ઘરે ઘરે પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

લોકોનો ભરોસો વધી રહ્યો છેઃ આપ
આમ આદમી પાર્ટીના સુરત શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડિયાએ કહ્યું કે, આમ આદમી પાર્ટી ખૂબ જ મજબૂતાઈથી આગળ વધી રહી છે. દિવસે ને દિવસે એક નવી ઊંચાઈ પર આમ આદમી પાર્ટીનું સંગઠન પહોંચી રહ્યું છે. હજારો લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. તમામ વર્ગમાંથી, તમામ વિસ્તારમાંથી, તમામ સમાજમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો અરવિંદ કેજરીવાલ સાથે અને આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. અલગ અલગ કાર્યક્રમોના માધ્યમથી એ ડોર ટુ ડોર કેમ્પેઇન હોય કે જન સંવાદ હોય કે ધરણા પ્રદર્શન હોય કે સોશિયલ મીડિયા કેમ્પેન હોય, આવા અલગ અલગ કાર્યક્રમોના માધ્યમથી આમ આદમી પાર્ટીનો વિચાર એક-એક વ્યક્તિ સુધી પહોંચી રહ્યો છે અને આ તમામ કાર્યક્રમના કારણે જનતાનો ભરોસો આમ આદમી પાર્ટી ઉપર વધી રહ્યો છે.

ગેરંટી કાર્ડ ઘરે ઘરે અપાશે
મહેન્દ્ર નાવડીયાએ કહ્યું હતું કે, પોલીસ કર્મચારી વર્ગ હોય, આંગણવાડીની બહેનો હોય, હોમગાર્ડ હોય, ખેડૂતો હોય, મહિલાઓ હોય, તમામ લોકો અરવિંદ કેજરીવાલ ઉપર ખૂબ ભરોસો કરી રહ્યા છે અને ઈચ્છી રહ્યા છે કે, એક મોકો અરવિંદ કેજરીવાલને આપવામાં આવે. ગુજરાતના લોકો અરવિંદ કેજરીવાલને એક મોકો આપે તે માટે અરવિંદ કેજરીવાલે પાછલા કેટલાક દિવસોમાં ગુજરાતના લોકોને અમુક ગેરંટીઓ આપી છે. ગુજરાતના અને દેશના ઇતિહાસમાં પહેલી વખત ગેરંટી શબ્દ વાપરવામાં આવ્યો છે.

કેજરીવાલે કામ કરવાની ગેરંટી આપી છે
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, અરવિંદ કેજરીવાલ એવા પહેલા નેતા છે જે કામ કરવાની ગેરંટી આપે છે અને એવું જાહેરમાં કહેવાની હિંમત રાખે છે કે, જો કામ પૂરું ન થાય તો બીજી વખત મત ના આપતા. અરવિંદ કેજરીવાલે પાછલા દિવસોમાં અલગ અલગ સેક્ટર પ્રમાણે ગેરંટીઓ આપેલી છે, જેમાં વીજળીને ગેરંટી છે, મહિલાઓની ગેરંટી છે, આદિવાસી સમાજની ગેરંટી છે, વેપારીઓની ગેરંટી છે, યુવાનો માટે રોજગારની ગેરંટી છે, શિક્ષા અને સ્વાસ્થની ગેરંટી છે, આ તમામ ગેરંટીઓ લોકોને આપી છે.

કેમ્પેઇનમાં એક રજિસ્ટ્રેશન ફોર્મ હશે
ગેરંટી રજિસ્ટ્રેશન કેમ્પેઇનમાં એક રજિસ્ટ્રેશન ફોર્મ હશે. તે રજિસ્ટ્રેશન ફોર્મ સાથે અમારા કાર્યકર્તાઓ એક એક ઘર સુધી જશે જેમાં રજિસ્ટ્રેશન નંબર, વ્યક્તિનું નામ, ગામ કે વોર્ડનો નંબર, વ્યક્તિનો મોબાઇલ નંબર અને એની કઈ વિધાનસભા છે તેનું રજિસ્ટ્રેશન થશે. રજિસ્ટ્રેશન ફોર્મની પાવતી પરનો ભાગ અમારા કાર્યકર્તાઓ રાખી લેશે અને નીચેના ભાગમાં જે ગેરંટી કાર્ડ છે તે જનતાને સોંપી દેવામાં આવશે, એટલે કે પહેલા તબક્કામાં આ રજિસ્ટ્રેશન થશે અને સાથે સાથે દરેક વ્યક્તિને ગેરંટી કાર્ડ આપવામાં આવશે. દરેક વ્યક્તિને અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી તરફથી ગેરંટી કાર્ડ આપવામાં આવશે જેમાં રોજગાર ગેરંટી કાર્ડ, મહિલા ગેરંટી કાર્ડ અને વીજળી ગેરંટી કાર્ડ સામેલ હશે.

અન્ય સમાચારો પણ છે...