તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Aam Aadmi Party Has Submitted An Application To The Collector Demanding Alternative Arrangement And Removal Of Slums Near Railway Tracks In Surat.

રજૂઆત:સુરતમાં રેલવે ટ્રેક નજીકની ઝૂપડપટ્ટી વૈકલ્પિક વ્યવસ્થા કરી હટાવવાની માગ કરતાં આમ આદમી પાર્ટીએ ક્લેક્ટરને આવેદનપત્ર આપ્યું

સુરતએક મહિનો પહેલા
આમ આદમી સાથે ઝૂપડાવાસીઓએ ક્લેક્ટર કચેરીએ રજૂઆત કરી હતી.
  • તાપી નદીમાં કેમિકલયુકત પાણીથી અસંખ્ય માછલીઓ મૃત સ્થિતિમાં મળી આવતા તપાસની માગ

સુરત ઉધના રેલવે સ્ટેશનની આસપાસના ઝૂપડાં હટાવવા માટેની કામગીરી ગઈકાલે શરૂ કરવામાં આવી હતી.જોકે કાયદાકીય લડતના પરિણામે તેને મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા અસરગ્રસ્તોને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. કોર્પોરેશન દ્વારા તૈયાર કરાયેલા આવાસો અસરગ્રસ્તોને ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જેથી કરીને 9000 જેટલાં પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. તેમને આશ્રય સ્થાન મળી શકે.

ક્લેક્ટર કચેરીએ નારેબાજી પણ કરવામાં આવી હતી.
ક્લેક્ટર કચેરીએ નારેબાજી પણ કરવામાં આવી હતી.

માછલીઓ મૃત મળતા તપાસની માગ
તાપી નદીમાં કેમિકલ હાલો હોવાના કારણે અસંખ્ય માછલીઓ મૃત હાલતમાં મળી આવી હતી. આપ દ્વારા આ બાબતે તટસ્થતા પૂર્વક તપાસ કરવામાં આવે તેવી માંગ કલેકટરને કરી હતી. તાપી નદીના કિનારા પર ધમધમતી કેમિકલ ફેક્ટરીઓની સામે લાલ આંખ કરીને કાયદેસરના પગલાં લેવા માટેની માંગ કરવામાં આવી રહી છે. તાપી નદીમાં કેમિકલ ઠાલવતી કંપનીઓ સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.

વૈકલ્પિક વ્યવસ્થાની માગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
વૈકલ્પિક વ્યવસ્થાની માગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

યોગ્ય કાર્યવાહીની માગ
વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું કે, ઝૂપડાં હટાવવા પાછળ સત્તાપક્ષ અનેક લોકોને મુશ્કેલીમાં મૂકી રહ્યો છે. અનેક પરિવારોને બેઘર કરવા પહેલા તેમને માનવતાના ધોરણે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવી જરૂરી છે. છતાં પણ આ પરિવારો માટે કોઈપણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી. તાપી નદીમાં ઔદ્યોગિક એકમો દ્વારા નદીમાં કેમિકલ ઠાલવવામાં આવતા હોય છે અને તેના કારણે અનેક પ્રશ્નો ઉભા થતા રહ્યા છે પરંતુ કોર્પોરેશન દ્વારા તેમની સામે કોઈ પણ પગલા નથી લેવાયા તેમ જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ તેવી કંપનીઓ સામે કોઈ કાયદાકીય પગલાં લેવાતા લેવાયા નથી. જિલ્લા કલેકટરને રજૂઆત કરી છે કે આવા કેમિકલ ચાલતા કંપનીઓ સામે ગુનો દાખલ કરવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...