કેજરીવાલ સુરત આવશે:આમ આદમી પાર્ટીના સર્વે સર્વા અરવિંદ કેજરીવાલ આવતીકાલે સુરતમાં, 'આપના રાજા'ની આરતી ઉતારશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • સીમાડા નાકા ખાતે અરવિંદ કેજરીવાલ ગણપતિ દાદાના પંડાલમાં હાજર રહી પૂજા અર્ચના કરશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા લોકોને આકર્ષવા માટે એડી ચોટીનુ જોર લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં આવેલા સીમાડા નાકા ખાતે આપના રાજા ગણપતિનું સ્થાપન કરવામાં આવ્યું છે. અહીં આવતીકાલે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ હાજર રહેશે અને ગણપતિ દાદા ની આરતી કરી મતદારોને રીઝવવાનો પ્રયાસ કરશે.

ગણેશ ભક્તિ સાથે પ્રચાર
સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા ગણપતિ પંડાલ ઉભો કરવામાં આવ્યો છે.આ પંડાલમાં ગણપતિની પૂજા અર્ચના કરવાની સાથે સાથે પ્રચારના પણ દિલ્હી મોડેલ મૂકવામાં આવ્યા છે.દિલ્હી સરકાર દ્વારા જે રીતે લોકોના કામો કરવામાં આવી રહ્યા છે. તેના મોડલ આ પંડાલમાં મૂકવામાં આવ્યા છે, અને આ રીતે શ્રીજીની ભક્તિની સાથે સાથે પ્રચાર પણ કરવામાં આવી રહ્યો છે.

પંડાલમાં હુમલો થયો હતો
આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરવામાં આવેલા ગણપતિના પંડાલ પર સુશોભન કરતી વખતે સ્થાપનના આગલી રાત્રે જ આપના મહામંત્રી મનોજ સોરઠીયા પર હુમલો થયો હતો. જેમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સામ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...