તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રપોઝલ:એરપોર્ટ પર નવો રન-વે બનાવવા AAIએ 815 હેક્ટર જમીન માંગી

સુરત24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • લેન્ડિંગ રૂટમાં બિલ્ડિંગો નડે નહીં તે રીતે આયોજન કરાશે
  • 3810 મીટરનો નવો રન-વે બનાવવા કવાયત શરૂ

એરપોર્ટને નડતી વેસુ તરફની હાઇરાઇઝ બિલ્ડિંગોને બચાવવા કેન્દ્ર અને રાજ્ય સરકારે તૈયારી શરૂ કરી છે. જેમાં 3810 મીટરનો નવો રનવે બનાવવા પર ભાર મૂકાયો છે. જે માટે કેન્દ્ર સરકારે રાજ્ય સરકાર પાસે તાકિદે 815.41 હેકટર જમીન ફાળવવા માંગ કરી છે. એરપોર્ટના ડિરેક્ટર અમન સૈનીએ જણાવ્યું હતું કે, આ માટે પ્રપોઝલ તૈયાર કરી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને મોકલાઈ છે. હવે બિલ્ડિંગનો ફરી સરવે કરી આગળ વધીશું.

હાલના રનવે માટે 39.2 હેકટર જમીનની જરૂર
હાલનો રનવે 2,905 મીટરનો છે. પરંતુ ફ્લાઇટના લેન્ડિંગ રૂટમાં આવતા 27 પ્રોજેક્ટના 102 બિલ્ડિંગના કારણે વેસુ અને ઉમરા તરફનો 615 મીટર રનવે બ્લોક કરાયો છે. જેથી રનવે એક્સટેન્સન સાથે એપ્રોચ લાઇટ માટે 39.2 હેક્ટર જમીનની જરૂર છે. જેથી તે જમીન પણ રાજ્ય સરકાર ફાળવી આપે તે માટે કેન્દ્ર સરકારે પત્ર લખ્યો છે. આ સાથે વી વોન્ટ વર્કિંગ એટ સુરત એરપોર્ટે પણ રાજ્ય સરકારને પત્ર લખ્યો છે.

એરપોર્ટનો ડેવલોપમેન્ટનો મુદ્દો લોકસભામાં ઉચકાયો
દેશમાં ઇન્દોર બાદ સુરત એરપોર્ટ એવું છે કે જેને 2,193.93 એકર જમીનની જરૂર છે. જેથી મંત્રી જ્યોતિરાજે સિંધિયાએ મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખી તાકિદે જમીન આપવા કહ્યું છે.

‘લંડન, દુબઇ, બેંગકોક અને સિંગાપોરની ફ્લાઇટ આપો’
સુરત માટે શરૂઆતથી એક્ટિવ રહેલા વી વોન્ટ વર્કિંગ એટ સુરત એરપોર્ટ ગ્રુપે લંડન, દુબઇ, બેંગકોક અને સિંગાપોરની ફ્લાઇટ મળે એવી સરકાર સમક્ષ માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...