ભાસ્કર વિશેષ:રાજકીય નેતાનો ધસારો વધતા એરપોર્ટ ઉપર ધમધમાટ, AAI નોન શિડ્યુલ 150 ફ્લાઇટ ઉડાડવાની તૈયારીમાં

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સપ્ટે., ઓક્ટો. સહિત ચાલુ માસમાં ખાનગી એરલાઇન્સની મુવમેન્ટ વધી

વિધાનસભા ચૂંટણીને હવે માત્ર 10 દિવસ જ બાકી રહ્યા છે ત્યારે સુરત એરપોર્ટ ઉપર રાજકીય નેતાઓની મુવમેન્ટ વધી છે. આમ તો ચૂંટણીના 6 માસ પહેલાથી જ સુરત એરપોર્ટ ઉપર નોન શિડ્યુલ એટલે કે પ્રાઇવેટ એરક્રાફ્ટની મુવમેન્ટ વધી છે, છ મહિના પહેલા સરેરાશ 400 જેટલી નોન શિડ્યુલ ફ્લાઇટની અવરજવર હતી, પરંતુ ઓક્ટોબરમાં આ આંક 528 ઉપર પહોંચ્યો છે. હજું આગામી 10 દિવસમાં આંકડો વધે તેવી શક્યતા છે. આ માટે સુરત એરપોર્ટ દ્વારા તૈયારીઓ પણ શરૂ કરી દેવાઇ છે. ડીજીસીએની મંજૂરીની સાથે જ સુરત એરપોર્ટ ઉપર વધુ પ્રાઇવેટ એરક્રાફ્ટ પાર્કિંગની સુવિધામાં વધારો થશે. હાલમાં દરરોજ 6થી 7 નોન શિડ્યુલ ફ્લાઇટની મુવમેન્ટ છે, જે વધીને 15 સુધી જઇ શકે છે.

એરપોર્ટ ડાયરેક્ટર અમન સેનીના જણાવ્યા પ્રમાણે, નવેમ્બરમાં વીઆઇપી મુવમેન્ટ શરૂ થઇ છે, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બાદ વધુ રાજકીય નેતાઓ સુરત આવે તેવી શક્યતા છે. 18 નવેમ્બરથી તા. 1 ડિસેમ્બર સુધી વધુને વધુ વીઆઇપી મુવમેન્ટ રહેશે. હાલમાં સુરત એરપોર્ટ ઉપર 9 નાના-મોટા એરક્રાફ્ટની પાર્કિંગ થઇ રહી છે, જેમાં 5 બોઇંગ વિમાનનો સમાવેશ થાય છે, જ્યારે બીજા ચાર એરક્રાફ્ટમાં 19થી 78 પેસેન્જરની ક્ષમતા વાળા વિમાનો છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા નવા પાર્કિંગ માટેની મંજૂરી મંગાઇ છે. ડીજીસીએ (ડાયરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવીએશન) દ્વારા પાર્કિંગ માટેનું પરિક્ષણ પણ કરી લેવાયું છે.

ઓક્ટોબરમાં ઓપરેશનનો આંક વધીને 528
આગામી 10 દિવસ સુધી નેતાઓ સુરત આવશે

ચૂંટણીનો પ્રચાર કરવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત એરપોર્ટ ઉપર આવ્યા હતા. આ ઉપરાંત ભારતના ગૃહમંત્રી અમીત શાહ પણ સુરત એરપોર્ટ આવશે. કેન્દ્રના અન્ય રાજકીય નેતાઓ પણ ચૂંટણી પ્રચાર માટે આગામી દસ દિવસ સુધી સુરત એરપોર્ટ તેમજ સુરત સહિતના અન્ય દક્ષિણ ગુજરાતમાં આવશે જેને લઇને સુરત એરપોર્ટ ઉપર રાજકીય ગતીવિધીઓ વધવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...