હત્યા:મગોબમાં ફર્નિચરનું કામ કરતા યુવકને ચોર સમજી પતાવી દીધો

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • CC ફૂટેજના આધારે હત્યારાઓને શોધવા ચક્રો ગતિમાન, ગાર્ડ અને શ્રમિકો સામે ગુનો

શહેરના છેવાડે ડુંભાલ મગોબ પાસે સુથારી કામ કરતા એક યુવકને ચોર સમજીને સિક્યુરિટી ગાર્ડ અને દિયા ડેવલપર્સની નવી બંધાતી બિલ્ડિંગમાં કામકાજ કરતા માણસોએ લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દીધો છે. આ અંગે સારોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મરણજનારનું નામ પુખરાજ સત્યનારાયણ સુથાર(32) છે અને તે ગોડાદરા માનસરોવર સોસાયટીમાં રહે છે. આ અંગે સારોલી પોલીસે તેના કૌટુંબિક ભાઈ જુગલ કિશોર સુથારની ફરિયાદ લીધી છે. જેના આધારે પોલીસે અજાણ્યા સામે હત્યાનો ગુનો નોંધ્યો છે.

ગુરુવારે સાંજે ડુંભાલ-મગોબ દિયા ડેવલપર્સની ખુલ્લી જગ્યા પરથી પુખરાજ સુથારની હત્યા કરાયેલી લાશ મળી હતી. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. જેના આધારે તપાસ કરતા પુખરાજ સુથારને ચોર સમજીને માર માર્યો હતો. જેના કારણે ગંભીર ઈજાઓ થતા મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું. સારોલી પોલીસે હત્યાના ગુનામાં આસપાસમાં રહેતા લોકોના નિવેદનો અને સીસીટીવી ફૂટેજ આધારે હત્યારાઓને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...