નશાનો કારોબાર ઝડપાયો:સુરતમાં ઇન્દૌરથી ચરસની ડિલવરી કરવા આવેલો યુવક 475 ગ્રામ ચરસના જથ્થા સાથે ઝડપાયો

સુરત24 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરતમાં ચરસની ડિલવરી કરવા આવનારને સારોલી પોલીસે ઝડપી પાડ્યો હતો - Divya Bhaskar
સુરતમાં ચરસની ડિલવરી કરવા આવનારને સારોલી પોલીસે ઝડપી પાડ્યો હતો

ઇન્દૌરથી ચરસની ડિલવરી કરવા આવેલા એક ઈસમને સારોલી પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી 475 ગ્રામ પ્રતિબંધિત ચરસ મળી કુલ 79250નો મુદામાલ કબજે કર્યો હતો તેમજ જથ્થો આપનાર અને મંગાવનાર બે ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે.

ચરસ સાથે યુવક ઝડપાયો
સારોલી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન માહિતી મળી હતી કે, એક ઇસમ ચરસ સાથે સુરત શહેરમાં પ્રવેશી રહ્યો છે. માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી નિયોલ ચેકપોસ્ટ પાસેથી આરોપી ફૈઝલ ઉર્ફે સીએનજી મોહમદ સફી ખાનને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસે તપાસ કરતા ટ્રાવેલિંગ બેગ સહીત 71250 રૂપિયાનું 475 ગ્રામ ચરસ મળી આવ્યું હતું. જેથી પોલીસે તેની ધરપકડ કરી મોબાઈલ ફોન સહીત કુલ ૭૯,૨૫૦ ની મત્તા કબજે કરી હતી.

પોલીસે બે જણાને વોન્ટેડ જાહેર કર્યા
​​​​​​​
પોલીસ તપાસમાં આરોપી ઇન્દોરથી ચરસની ડિલવરી કરવા આવ્યો હતો. અને આ ચરસનો જથ્થો તેને ઇન્દોર ખાતે રહેતા જાવેદ ઉર્ફે બબલુએ આપ્યો હતો. સુરતમાં રહેતા યાસીન નામના ઇસમેં મંગાવ્યો હતો. આ બનાવમાં પોલીસે ચરસનો જથ્થો મંગાવનાર અને મોકલનાર બંને ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે. અને આ સમગ્ર મામલે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...