કિશોરી પિંખાઈ:સુરતના લિંબાયત વિસ્તારમાં યુવકે તેની સોસાયટીમાં જ રહેતી કિશોરી પર દુષ્કર્મ આચર્યુ, જાનથી મારી નાખવાની ધમકી પણ આપી

સુરત20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતા યુવકે સોસાયટીમાં જ રહેતી કિશોરીને બાઈક પર બેસાડી અપહરણ કરી બહાર લઈ ગયો હતો. બાદમાં કિશોરી સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધીને દુષ્કર્મ આચર્યુ હતુ. આ ઉપરાંત યુવકે કિશોરીને ધમકી આપી હતી કે, જો આ વાત કોઈને જાણ કરશે તો તેને જાનથી મારી નાખશે. જોકે પરિવારે લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુવક સામે દુશ્કર્મનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બાઈક પર લઈ ગયો હતો

બનાવની વિગત એવી છે કે, લિંબાયત વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતો કૈલાશ દિનકર કોળી નામના યુવકે સોસાયટીમાં જ રહેતી કિશોરી પર નજર બગાડી હતી. બપોરના સમયે કિશોરી ઘરે હતી. ત્યારે કૈલાશ બાઈક લઈને તેની પાસે આવ્યો હતો. આ સમયે કૈલાસે તેને બાઈક પર બહાર આટો મારી આવવાનું કહી બાઈક પર તેનું અપહરણ કરી લઈ ગયો હતો. બાદમાં કિશોરીને અજાણી જગ્યા પર લઈ જઈ તેણે એની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ હતું.

આરોપીએ ધમકી આપી હતી

આ ઉપરાંત કૈલાસે ધમકી આપી કહ્યું હતું કે, ઇસ બારે મે કિસી કો ભી બતાયા તો મે તેરે કો જાન સે માર દુંગા. જોકે, સાંજે ઘરે આવેલી કિશોરીએ માતાને સઘળી હકીકત જણાવી હતી. જેથી માતાએ કિશોરીના પિતાને જાણ કરી તે બનાવને પગલે કિશોરીને સાથે રાખી પરિવારજનોએ લિંબાયત પોલીસ મથકમાં ગુનો નોંધાવતા પોલીસે કૈલાશ સામે દુષ્કર્મનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...