તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગૌરવ:સુરતના યુવકે દેશના સીમાડા સાચવતા BSFના જવાનોને માર્શલ આર્ટની ટ્રેનિંગ આપી

સુરત19 દિવસ પહેલા
  • કૉપી લિંક
વીસ્પી ખરાદીએ બીએસએફના જવાનોને તાલિમ આપી હતી. - Divya Bhaskar
વીસ્પી ખરાદીએ બીએસએફના જવાનોને તાલિમ આપી હતી.
  • રેનશિ વિસ્પી ખરાદી અને હાનશી મેહુલ વોરાની ટીમે અલગ અલગ ફેઝમાં તાલિમ આપી

સુરત મિક્સ માર્શલ આર્ટિસ્ટ રેનશિ વીસ્પી ખરાદીએ દેશના સીમાડા સાચવતા જવાનોને માર્શલ આર્ટની ટ્રેનિંગ આપી છે. સુરતના પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂકેલા અને હાલ બીએસએફના ડાયરેકટર જનરલ રાકેશ અસ્થાનાની પહેલથી દેશની સીમાઓ ઉપર તૈનાત બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના જવાનોને રેનશિ વિસ્પી ખરાદી અને હાનશી મેહુલ વોરાની ટીમ દ્વારા માર્શલ આર્ટની ટ્રેનિંગ આપવામાં આવી છે. અલગ અલગ ફેઝમાં જવાનોને તાલિમ આપી હતી.

અલગ અલગ ફેઝમાં જવાનોને તાલિમ આપી હતી.
અલગ અલગ ફેઝમાં જવાનોને તાલિમ આપી હતી.

મિક્સ માર્શલ આર્ટની તાલિમ અપાઈ
રેનશિ વિસ્પી ખરાદીએ જણાવ્યું હતું કે,બીએસએફના જવાનોને ટ્રેનિંગ વિશે જણાવ્યું હતું કે,રવિ ગાંધી આઈજી (BSF) ટ્રેનીંગ તથા ડિરેક્ટર જનરલ (BSF)સાથે રાકેશ અસ્થાનાએ (BSF) જવાનોને કમાન્ડોની વિશિષ્ટ પ્રકારની ઇઝરાઇલીયન મિલેટ્રી ટ્રેનિંગ કે જે ''ક્રાવ માગા'' (Krav Maga) તરીકે ઓળખાય છે. તે તથા kudo - જાપાનીઝ મિક્સ માર્શલ આર્ટની સચોટ ગણી ગણાતી ટ્રેનિંગ આપી (BSF)ના દળને વધુ સુસજ્જ કરવાનું બીડું ઝડપ્યું છે. જેની તમામ જવાબદારી રેનશિ વિસ્પી ખરાદીને સોંપી છે.

વિસ્પી ખરાદી તથા તેમના બે ચુનંદા પ્રશિક્ષકો બ્લૅકબૅલ્ટ સેનસાઇન ગુલામ મોઇનુદ્દીન મલેક તથા સેનસાઈ ચિંતસિંગ રાઠોડ પણ જોડાયા હતાં.
વિસ્પી ખરાદી તથા તેમના બે ચુનંદા પ્રશિક્ષકો બ્લૅકબૅલ્ટ સેનસાઇન ગુલામ મોઇનુદ્દીન મલેક તથા સેનસાઈ ચિંતસિંગ રાઠોડ પણ જોડાયા હતાં.

50 જવાનોને તાલિમ અપાઈ
વિસ્પી ખરાદી તથા તેમના બે ચુનંદા પ્રશિક્ષકો બ્લૅકબૅલ્ટ સેનસાઇન ગુલામ મોઇનુદ્દીન મલેક તથા સેનસાઈ ચિંતસિંગ રાઠોડ, ટેકનપૂર ગ્વાલિયર મધ્યે આવેલ( BSF) ના ટ્રેનિંગ કેમ્પ ખાતે જવાનો તથા કમાન્ડોને ફેજ-1ની ટ્રેનિંગ એક અઠવાડિયા સુધી આપી હતી. ત્યારબાદ તાજેતરમાં હજારીબાગ રાચી ખાતે આવેલ BSF ટ્રેનિંગ કેમ્પ પણ ઉચ્ચ કક્ષાની ક્લોઝ કવોટર કોમ્બેટ (Combat) દુશ્મનો સાથે હાથો હાથની નિર્ણાયક ગણાતી લડાઈ તથા અત્યંત વિષમ પરિસ્થિતિમાં મિક્સ માર્શલ આર્ટ KUDO ની જાપાનીસ ટેક્નિક વડે દુશ્મનને મહાત કરવાની નવતર પ્રકારની મિલેટ્રી ટ્રેનિંગ નો સમાવેશ થયો છે. જેમાં BSF ના કમાન્ડો તથા ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સાથે 50 જવાનો એ ભાગ લીધો હતો.

દુશ્મનને મહાત કરવાની નવતર પ્રકારની મિલેટ્રી ટ્રેનિંગ અપાઈ હતી.
દુશ્મનને મહાત કરવાની નવતર પ્રકારની મિલેટ્રી ટ્રેનિંગ અપાઈ હતી.

જવાનોમાં આત્મવિશ્વાસની સાથે જોશ વધ્યો
સંજયકુમાર સંતોષ (BSF કમાન્ડો) એ જણાવ્યું હતું કે,વિસ્પી ખરાદીએ એ ખૂબ જ ખંત અને કૌશલથી તેમના કમાન્ડો અને અધિકારીઓને વિશિષ્ટ પ્રકારની ઇઝરાઇલીયન તથા જાપાનીઝ KUDO ની ટેકનીકના નિર્ણાયક તબક્કામાં ટ્રેનિંગ આપી BSF ના જવાનોએ કમાન્ડોને વધુ આત્મવિશ્વાસની અપ્રતિમ શક્તિ અને જોશ નું નિરૂપણ કર્યું છે.જે કાબિલે તારીફ છે તેથી જ આવા પ્રકારના ટેકનીક BSF ના જવાનોને ભવિષ્યમાં પણ આપવામાં આવવી જોઈએ.જે રાકેશ અસ્થાનાની દૂરંદેશી નીતિને કારણે શક્ય બન્યું છે.

વિસ્પીને સર્ટિફિકેટ સાથે સન્માન આપવામાં આવ્યું હતું.
વિસ્પીને સર્ટિફિકેટ સાથે સન્માન આપવામાં આવ્યું હતું.

વિશ્વ કક્ષાની તાલિમ
ઇઝરાઇલયન ટેક્નિક''ક્રાવ માગા'' (Krav Maga) મિક્સ માર્શલ આર્ટ KUDO વડે થયેલા BSF ના જવાનો અને કમાન્ડો માં એક અપ્રતિમ શૌર્ય વ્યૂહાત્મક કોમ્બિનેશન છે.વિશ્વના શ્રેષ્ઠ ગણાતા આર્મીમાં ઇઝરાઇલીયન મિલિટરી ટેકનિક વડે સુસજ્જ ભારતીય સૈન્યની હરોળમાં BSF ના જવાનોને અને કમાન્ડો સ્થાન પામશે. ગલવાન હાઈટ્સ -લડાખ અને અરૂણાચલ તથા કાશ્મીર બીએસએફની શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યા છે. તે પ્રકારનું પ્રકારનું પરીક્ષણ BSF ને વધુ સચોટ અને અસરકારક બતાવશે તેમ સંજયકુમાર સંતોષએ વધુમાં જણાવ્યું હતું.