આપઘાતના 3 બનાવ:ડભોલીમાં જોબ વર્કનું કામ કરતા યુવકે તો કતારગામમાં રત્નકલાકારે આપઘાત કર્યો

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • લિંબાયતમાં યુવકે તાપીમાં છલાંગ લાગવી

શહેરમાં આપઘાતના 3 બનાવ બન્યા હતા. ડભોલી યોગી નગરમાં રહેતા 30 વર્ષીય કમલેશ સોદાગરે દુકાનમાં આપઘાત કર્યો હતો. કાપડના જોબ વર્ક સાથે સંકળાયેલા કમલેશની ચોકબજારમાં શિવ છાયા નામની દુકાન છે. 28મીએ બપોરે કમલેશ સોદાગરે દુકાનમાં અનાજમાં નાખવાની 4 ટેબ્લેટ પી લીધી હતી. તેના ભાઈ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતો. સારવાર દરમિયાન મોત થયું હતું. સ્યુસાઈડ નોટમાં લખ્યું છે કે, જિંદગીથી કંટાળી ગયો છું આથી ંઆપઘાત કરૂ છું.

અન્ય બનાવમાં માનસિક બિમારીથી પીડાતા રત્નકલાકારે ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. કતારગામ દરવાજા કુબેર નગર સોસાયટીમાં રહેતા 27 વર્ષીય વનરાજસિંહ ચૌહાણ 28મીએ રૂમમાં ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. મરણજનાર ઘણા સમયથી માનસિક બિમારીથી પીડાતા હતા. ત્રીજા બનાવમાં લિંબાયત નીલગીરી રેલવે ફાટક પાસે રામેશ્વર નગરમાં રહેતા અને લુમ્સના કારખાનામાં નોકરી કરતા 25 વર્ષીય કમલેશ ગોરખ મહાલયની ડેડબોડી પિપલોદ જીંજર ઓવારા પાસેથી મળી હતી. 28મીએ કમલેશે તાપીમાં મોતની છલાંગ મારી આપઘાત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...