તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મારામારીથી મોત:સુરતના લિંબાયત સૂવાની બાબતે યુવકે આધેડ પર હુમલો કર્યો, સારવાર દરમિયાન વૃદ્ધનું મોત

સુરત17 દિવસ પહેલા
પાંસળીના ભાગે ઈજા પામ્યા બાદ આધેડને સિવિલમાં સારવાર માટે ખસેડાયા બાદ મોત થયું હતું.(મૃતકની ફાઈલ તસવીર) - Divya Bhaskar
પાંસળીના ભાગે ઈજા પામ્યા બાદ આધેડને સિવિલમાં સારવાર માટે ખસેડાયા બાદ મોત થયું હતું.(મૃતકની ફાઈલ તસવીર)
  • યુવાને આધેડને વાંસના બામ્બુથી પાસળીના ભાગે ફટકા માર્યા હતા

લિંબાયત રાવ નગરમાં આધેડ પર થયેલા હુમલા બાદ તેનું સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસે તપાસ હાથ ધરી છે. ઘર બહાર સૂવાની જગ્યા પર બેસેલા યુવાનને ઉભો કરવા બાબતે થયેલી બોલાચાલી અને ઝઘડા બાદ મારા મારી થઈ હતી. જેથી યુવાને આધેડને વાંસના બામ્બુથી પાસળીના ભાગે ફટકા માર્યા હોવાનું જાણવા મળ્યું છે. 5 દીકરી અને એક દીકરાના પિતાના શંકાસ્પદ મોત બાદ પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટ મોર્ટમની દિશામાં તપાસ હાથ ધરી છે.

5 દીકરી અને એક દીકરાના પિતાનું મોત નીપજ્યું હતું.
5 દીકરી અને એક દીકરાના પિતાનું મોત નીપજ્યું હતું.

પાસળીના ભાગે ઈજા પામી હતી
જાવેદ ખાન (મરનારનો સાળા)એ જણાવ્યું હતું કે, મોતને ભેટેલા ઇસ્માઇલભાઈ ઇબ્રાહિમ શેખ (ઉ.વ. 40 (રહે. રાવનગર, લિંબાયત) કાપડ માર્કેટમાં મજૂરી કામ કરતા હતાં. ગત ગુરૂવારના રોજ રાત્રે 10:30 વાગે ઘર બહાર ઇસ્માઇલ ભાઈની સૂવાની જગ્યા ઉપર એક ઈસમ નામે વસીમ બેઠો હતો. વસીમને ઉભા થઈ જવાનું કહેવાતા ઉશ્કેરાયેલા વસીમએ આધેડ ઇસ્માઇલભાઈ પર વાંસના બામ્બુ વડે હુમલો કરી પાસળીના ભાગે માર માર્યો હતો.

સૂવાની જગ્યા બાબતે આધેડ અને યુવક વચ્ચે મારામારી થઈ હતી.
સૂવાની જગ્યા બાબતે આધેડ અને યુવક વચ્ચે મારામારી થઈ હતી.

હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત
ઘટનાની જાણ બાદ 5 દીકરીઓ સહિત આખું પરિવાર અને મોહલાવાસીઓ દોડી આવ્યા હતાં. મધ્યસ્થી કરી વાતાવરણ થાળે પાડયું હતું. બીજા દિવસે સવારે અચાનક ઇસ્માઇલ ભાઈની તબિયત લથડતા અને પેશાબ અટકી જતા તાત્કાલિક તેમને 108માં સિવિલ લઈ આવ્યાં હતાં. જ્યાં તમામ પ્રકારની તપાસ કર્યા બાદ ઇસ્માઇલ ભાઈ ને ઓપરેશનમાં લેવાની કામગીરી કરાઈ હતી.પેશાબની નળી ફાટી ગઈ હોવાથી ઓપરેશન કરી ડોક્ટરોએ તેમને ICU માં દાખલ કર્યા હતાં. આજે સવારે લગભગ 10:30 વાગ્યે સારવાર દરમિયાન ઇસ્માઇલભાઈએ છેલ્લા શ્વાસ લેતા પોલીસે મૃત્યુનું કારણ જાણવા પોસ્ટ મોર્ટમની કામગીરી હાથ ધરી છે.