તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:પ્રેમિકાને મળવા ગયેલો યુવક પતિને જોઈ ત્રીજા માળેથી કૂદી પડતાં મોત

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અડાજણમાં પ્રેમિકાનો ભાંડો ન ફૂટે તે માટે પ્રેમીનું પગલું
  • પહેલા બાલ્કનીમાં છુપાયો પણ પકડાઈ જવાના ડરે મારી છલાંગ

અડાજણમાં પ્રેમિકાને તેના ઘરે મળવા ગયેલા યુવકે પ્રેમિકાનો પતિ આવી જતા ત્રીજા માળેથી ભૂસકો મારતા મોત થયું છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ, જહાંગીરપુરામાં ભાગ્યલક્ષ્મી સોસાયટી પાસે પાલિકાના આવાસમાં રહેતા 30 વર્ષીય રવિકુમાર મહેશભાઈ ચૌધરી 10મી તારીખે બપોરે અડાજણ લાલજીનગર આવાસમાં રહેતી પ્રેમિકાને મળવા માટે ગયો હતો. આ સમયે પ્રેમિકા ઘરે એકલી હતી. દરમિયાન પ્રેમિકાનો પતિ અચાનક ઘરે આવી દરવાજો ખખડાવ્યો હતો.

આથી બન્ને જણા ગભરાઈ ગયા હતા. જો કે, પતિની સામે પત્નીનો ભાંડો ફુટી ન જાય તેથી પ્રેમી બાલ્કનીમાં છુપવા ગયો હતો. પણ ત્યાં પણ એને પકડાઈ જવાનો ભય હોવાથી ડરને કારણે તેણે ત્રીજા માળેથી ભૂસકો મારી દીધો હતો. જેના કારણે તેને ગંભીર ઈજાઓ થઈ હતી. ત્યારબાદ પ્રેમીને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ થકી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા તેનું મોત થયું હતું.

અગાઉ પરિણીતા મૃતકના ઘર પાસે જ રહેતી હતી
મૃતક ફર્નીચરની દુકાનમાં નોકરી કરતો હતો. પરિણીતાના પ્રેમમાં પડવાને કારણે મૃતક રવિએ લગ્ન પણ કર્યા ન હતા. પરિણીતા અગાઉ રવિ ચૌધરીના ઘર પાસે રહેતી હતી. જેના કારણે એક વર્ષ પહેલા બન્ને વચ્ચે પ્રેમ થયો હતો. પરિણીતાને એક સંતાન પણ છે અને તેનો પતિ મજૂરીકામ કરે છે. બનાવ અંગે વધુ તપાસ અડાજણ પોલીસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...