તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:પુણામાં ઢોરને મારવા ગયેલા યુવકને ચપ્પુના ત્રણ ઘા માર્યા

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇજાગ્રસ્તે ચપ્પુ છીનવી હુમલો કરતા બંનેને ઇજા

પુણા વિસ્તારમાં ઢોરને લાકડી મારવા ગયેલો યુવક ‘મનેે મારવા આવ્યો છે’ એવું સમજીને બદમાશે યુવકને ચપ્પુ મારી દીધું હતું. ત્યાર બાદ ઇજાગ્રસ્ત યુવકે પણ બદમાશ પાસેથી ચપ્પુ આંચકી લઈ બદમાશ પર હુમલો કરી દેતા બંનેને ગંભીર ઈજા થઈ હતી. પોલીસે બંને સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસે જણાવ્યા પ્રમાણે મંગલ રાજભર હાલમાં કડોદરા રોડ પર સિદ્ધિવિનાયક સોસાયટીમાં રહે છે. તે રીક્ષા ચલાવીને ગુજરાન ચલાવે છે. સામાવાળા અજય નારાયણ સક્સેના વરાછામાં ખોડિયારનગર રોડ પર તેજેન્દ્ર પાર્કમાં રહે છે. શનિવારે રાત્રે મંગલ તેના મિત્ર સાથે પુણામાં વલ્લભનગર સોસાયટી પાસે ધાબા પર બેસેલો હતો. તે સમયે અજય તેના સાગરિત પારસ સાથે વલ્લભનગરમાં આવીને રાજુ ઉર્ફ બટકા સાથે ઝઘડો કરતો હતો. તે સમયે મંગલે કહ્યું કે અહીં ઝઘડો ન કરવો. ત્યાર બાદ મંગલ લાકડી લઈને મહોલ્લામાં બેસેલા ઢોરોને મારવા ગયો હતો.

અજયે મંગલ સાથે ઝઘડો કરીને તું મને મારવા આવ્યો છે કહીને મંગલને ચપ્પુના ત્રણેક ઘા મારી દીધા હતા. ત્યારબાદ મંગલે અજય પાસેથી તેનું જ ચપ્પુ લઈને મારી દીધું હતું. બંનેને ગંભીર ઇજા થઈ છે. બંનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મંગલે અજય વિરુદ્ધ અને અજયે મંગલ તથા તેના બે મિત્રો રાહુલ અને રાકેશ વિરુદ્ધ પુણા પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...