ફરિયાદ:કેવડીના કમ્પાઉન્ડમાં કચરો નહીં ફેંકવાનું કહેવા ગયેલા યુવકને માર મરાયો

વાંકલએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉમરપાડા તાલુકાના કેવડી ગામ એ અમારા કમ્પાઉન્ડમાં કચરો નહીં ફેકવાનું કહેવા ગયેલા યુવકને ભરવાડ ઇસમેં ઉશ્કેરાઈ જઈ જાતિવિષયક અપશબ્દો બોલી નાલાયક ગાળો આપી છાતીમાં લાત મારતા યુવકે ઉમરપાડા પોલીસ મથકમાં ઈસમ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

કેવડી ગામે જીતેન્દ્રભાઈ નવીનભાઈ વસાવા રહે છે. તેમના કંમ્પાઉન્ડની બાજુમાં મેરાભાઈ રામજીભાઈ ભરવાડે શોપિંગ બનાવેલ છે અને ભાડેથી તેમણે અન્ય ભાડુઆતોને ધંધો કરવા માટે જગ્યા આપી છે. જેથી ભાડુઆતો દ્વારા જીતેન્દ્રભાઈના કમ્પાઉન્ડમાં કચરો ફેંકવામાં આવતો હતો આ બાબતે જીતેન્દ્રભાઈ મેરાભાઇ ની ઓફિસે ભાડુઆતો કચરો ફેંકતા હોવાનું કહેવા ગયા હતા.

ત્યારે મેરાભાઇ ઉશ્કેરાઈ ગયો હતો, અને જીતેન્દ્ર ને જાતિવિષયક અપશબ્દો બોલી અપમાનિત કરી ના લાયક ગાળો આપી હતી. તેમજ ઢીકકા મૂકકી નો મારી છાતીમાં લાત મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમયે જીતેન્દ્રભાઈ એ બૂમાબૂમ કરતા મેરાભાઇ ભરવાડ ત્યાંથી ચાલ્યો ગયો હતો. ત્યારબાદ જીતેન્દ્રભાઈ એ ઉમરપાડા સરકારી દવાખાને સારવાર કરાવી મેરાભાઇ રામજીભાઈ ભરવાડ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ઉમરપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...