• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Arrest Of A Young Man Who Provided Equipment For Setting Up A MD Drugs Made Laboratory In Surat, Was Making Drugs In Partnership

MD ડ્રગ્સ લેબ કેસ:સુરતમાં લેબોરેટરી બનાવવા સાધન સામગ્રી આપનાર યુવકની ધરપકડ, ભાગીદારીમાં ડ્રગ્સ બનાવતા હતા

સુરત20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડાબે આરોપી ફૈઝલ અને જમણે આરોપી જૈમીન. - Divya Bhaskar
ડાબે આરોપી ફૈઝલ અને જમણે આરોપી જૈમીન.
  • આરોપી ફૈઝલ પેડલર તરીકે પણ કામ કરતો હતો

સુરતના સરથાણા વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ લેબોરેટરી પકડાવાના કેસમાં સાધન સામગ્રી આપનારને પોલીસે પકડી પાડ્યો છે. ઝડપાયેલો ફૈઝલ અબ્બાસ પટેલ કોસાડ આવાસનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. બંને આરોપી મળીને એમડી ડ્રગ્સ બનાવતા હતા. અમરોલી પોલીસે ફૈઝલની વધુ તપાસ હાથ ધરી છે.

ડ્રગ્સ સપ્લાયરોના સંપર્કમાં છે એ બાબત પર પોલીસની તપાસ
ફૈઝલ પેડલર તરીકે કામ કરતો હોવાનું અને વધુ રૂપિયા કમાવવા પોતે જ ડ્રગ્સ લેબોરેટરી શરૂ કરી હતી. સફળ ન થતા આખરે સામગ્રી જૈમીનને આપી ભાગીદારી નક્કી કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ત્યારબાદ જૈમીન એમડી ડ્રગ્સ બનાવતો હતો. ઝડપાયેલા બન્નેએ કેટલા લોકોને ડ્રગ્સ આપ્યું છે અને કેટલા લોકો આ બન્ને ડ્રગ્સ સપ્લાયરોના સંપર્કમાં છે એ બાબત પર પોલીસ કામ કરી રહી છે. વીએ ડોડીયા (અમરોલી PSI)એ ફૈઝલને શ્રી રામ ચોકડી પાસેથી ઝડપી પાડી પુણા પોલીસને સોંપી દીધો છે.

સોશિયલ મીડિયામાંથી ડ્રગ્સ બનાવવાની પ્રક્રિયા શીખી
રાજસ્થાનથી અગાઉ બે વાર ડ્રગ્સ મગાવી નશાની સાથે વેચાણ કરતો જૈમીન સવાણી વધુ નફો મેળવવાની લાલચમાં પોતાની લેબોરેટરી જ ઉભી કરી દીધી હતી. જેમાં ડ્રગ્સ બનાવવા માટેની પ્રક્રિયા તે સોશિયલ મીડિયાથી શીખતો હતો. સાથે જ ઈન્ડિયા માર્ટમાંથી તે ઓનલાઈન જરૂરી પાવડર મગાવીને સિન્થેટિક નાર્કોટિક્સ ડ્રગ્સ બનાવવાનું ટ્રાય કરતો હતો.

શોપિંગ કોમ્પલેક્સમાં જૈમીન સવાણીએ લેબોરેટરી ઉભી કરી હતી.
શોપિંગ કોમ્પલેક્સમાં જૈમીન સવાણીએ લેબોરેટરી ઉભી કરી હતી.

રત્નકલાકારનો દીકરો ડ્રગ્સના રવાડે ચડ્યો
લોકડાઉનમાં ધંધામાં આર્થિક મંદી ઉપરથી એમડી લત લાગી જતા જૈમીન સવાણીએ એમડી ડ્રગ્સનો વેપલો શરૂ કરી દીધો હતો. જૈમીનના ચરસી મિત્રોએ રાજસ્થાનમાં આશુરામ સાથે તેની ઓળખાણ કરાવી હતી. જૈમીન ઓનલાઇન ડ્રેસ મટીરીયલ્સનો ધંધો કરતો હતો જો કે લોકડાઉનમાં મંદીને કારણે ધંધામાં નુકશાન થઈ હતી. જૈમીનના પિતા રત્નકલાકાર છે.

એમડી ડ્રગ્સની લત લાગી જતા જૈમીન સવાણીએ એમડી ડ્રગ્સનો વેપલો શરૂ કરી દીધો હતો.
એમડી ડ્રગ્સની લત લાગી જતા જૈમીન સવાણીએ એમડી ડ્રગ્સનો વેપલો શરૂ કરી દીધો હતો.

કેવી રીતે ડ્રગ્સ પકડાયું
સુરત કડોદરા હાઇવે નિયોલ ચેક પોસ્ટ પાસે વીઆરએલ લોજીસ્ટિક કંપનીના ગોડાઉન પાસે એસઓજીએ 9મી તારીખે વોચ ગોઠવી 5.85 લાખના એમડી ડ્રગ્સ સાથે 27 વર્ષીય પ્રવિણ બલવંતારામ વાના(બિસ્નોઈ)(રહે,દાંતીવાસગામ,રાજસ્થાન) છે. પ્રવિણે એમડી ડ્રગ્સ ઝાલોદના પુનાસા ગામના આશુરામ રાયચંદ્ર ખીલેરી(બિસ્નોઈ)એ આપ્યો હતો અને તે ડ્રગ્સનો જથ્થો સરથાણા કવિતા રો હાઉસમાં રહેતા જૈમીન છગન સવાણીને સપ્લાય કરવા આવ્યો હતો. જૈમીન સવાણી ભાગી જતા વોન્ટેડ જાહેર કરાયો હતો. જોકે જૈમીનને પોલીસે ઝડપી લીધો હતો.

જૈમીને ડ્રગ્સ બનાવવા જરૂરી સામાન ઓનલાઈન મગાવ્યો હતો.
જૈમીને ડ્રગ્સ બનાવવા જરૂરી સામાન ઓનલાઈન મગાવ્યો હતો.

ફૈઝલે લેબ ચાલુ કરી પણ ચાલી નહીં
જૈમીનની સાથે અન્ય બે યુવકોની પણ સંડોવણી સામે આવી છે. જેમાં એક કોસાડ આવાસનો ફૈઝલનું નામ અને બીજો પણ સુરતનો છે. જૈમીન 58.530 ગ્રામ એમડી ડ્રગ્સમાંથી 50 ગ્રામ ફૈઝલને આપવાનો હતો. જૈમીન સવાણીએ કેમિકલથી એમડી ડ્રગ્સ બનાવવા લેબોરેટરી ચાલુ કરી તેવી જ રીતે ફૈઝલે પણ અમરોલી વિસ્તારમાં લેબોરેટરી ચાલુ કરી હતી. સફળ ન થતા આખરે સામગ્રી જૈમીનને આપી ભાગીદારી નક્કી કરી હતી.

જૈમિનની પૂછપરછમાં ફૈઝલનું નામ ખુલ્યું હતું
9 નવેમ્બર 2021 રોજ એસઓજીએ નિયોલ પાટીયા ચેકપોસ્ટ પાસેથી આરોપી પ્રવિણકુમાર બલવંતરામ બિસ્નોઈ (રહે. પુનાસા ગામ, ઝાલોર, રાજસ્થાન)ની 58 ગ્રામ ડ્રગ સાથે ધરપકડ કરી હતી. પ્રવિણ બિસ્નોઇની પુછપરછમાં જૈમિન સવાણીનું નામ ખુલતા પોલીસે જૈમિનની ધરપકડ કરી હતી. આ કેસમાં આરોપી જૈમિનની પુછપરછ કરવામાં આવતા ફૈઝલ પટેલનું નામ ખુલ્યું હતું.