• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Suicide Of A Young Man Who Married One And A Half Years Ago In Surat, Wrote In The Suicide Note I Yearn To See You, I Lost You Due To My Mistake.

'I LOVE YOU અંકિતા':સુરતમાં દોઢ વર્ષ પહેલાં પ્રેમલગ્ન કરનાર યુવકનો આપઘાત, સુસાઈડ નોટમાં લખ્યું- તને જોવા માટે તડપું છું, મારી ભૂલના કારણે તને ગુમાવી

સુરત2 મહિનો પહેલા

સુરતના ડિંડોલીમાં એક 25 વર્ષીય યુવક આકાશ પટેલે આપઘાત કરી લીધો હતો. દોઢ વર્ષ પહેલાં પ્રેમલગ્ન થયાં હતાં અને પત્ની રિસામણે જતી રહી હતી. જેના માનસિક તણાવમાં આ પગલું ભરી લીધું હતું. આકાશે લખેલી સુસાઈડ નોટ સામે આવી છે. જેમાં લખ્યું છે કે, અંકિતા તને જોવા માટે હું તડપું છું. મારી ભૂલના કારણે તને ગુમાવી છે. હવે હું જીવવા નથી માગતો.

પત્નીએ છૂટાછેડા માગતા તણાવમાં હતો
ડિંડોલી હેત્વી રેસીડેન્સીમાં રહેતા 25 વર્ષીય આકાશ વિનોદ પટેલે દોઢ વર્ષ પહેલાં જ પ્રેમલગ્ન કર્યાં હતાં. જોકે લગ્ન બાદ પતિ-પત્ની વચ્ચે મનમેળ ન થતા પત્ની પિયરમાં રિસામણે જતી રહી હતી. ત્યારબાદ પત્નીએ છૂટાછેડાની માગણી કરતા આકાશ માનસિક તણાવમાં આવી ગયો હતો.

આકાશ પટેલે લખેલી સુસાઈડ નોટ.
આકાશ પટેલે લખેલી સુસાઈડ નોટ.

શર્ટ વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું
આકાશે પોતાના ઘરમાં પંખા સાથે પત્નીના પ્રિય શર્ટ વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. બનાવની જાણ થતા ડિંડોલી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. પત્નીએ છૂટાછેડાની માંગણી કરતા આકાશે હતાશ થઈ આપઘાતનું પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. બનાવ સંદર્ભે પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આકાશે બે પાનાની સુસાઈડ નોટ લખી હતી.
આકાશે બે પાનાની સુસાઈડ નોટ લખી હતી.

કોઈ વાતે બોલાચાલી થતાં પત્ની પિયરે જતી રહી
આ બાબતે મૃતક આકાશના પિતા વિનોદ કરસનભાઈ પટેલે જણાવ્યું કે, આકાશનાં અંકિતા સાથે લગ્ન થયાં હતાં. આ બન્ને જણાં ખૂબ જ સારી રીતે રહેતાં હતાં. પરંતુ આ બન્ને વચ્ચે એક દિવસ કોઈ વાતે બોલાચાલી થતાં અંકિતા પિયરે જતી રહી હતી.

પત્નીને આકાશ ખૂબ જ પ્રેમ કરતો હતો.
પત્નીને આકાશ ખૂબ જ પ્રેમ કરતો હતો.

આકાશ પત્નીને મનાવવા સાસરે પણ ગયો હતો
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આકાશ અંકિતાને મનાવવા તેના ઘરે પણ ગયો હતો, પરંતુ ત્યાં પણ આકાશ સાથે અંકિતાના પરિવારે બોલાચાલી કરી હતી. જેના કારણે આકાશ પાછો આવી ગયો હતો. ત્યારબાદ તે ઘણા દિવસથી હતાશ રહેતો હતો. આજે સુસાઇડ નોટ લખી તેણે આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું.

પંખા સાથે શર્ટ બાંધી ફાંસો ખાઈ લીધો.
પંખા સાથે શર્ટ બાંધી ફાંસો ખાઈ લીધો.

આકાશે લખેલી સુસાઇડ નોટ
આકાશે સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, અંકિતા આઈ મિસ યૂ હું તને પ્રેમ કરું છું. હું તને સીધે સીધું નથી કહી શકતો. આજે મારી હાલત ખૂબ જ ખરાબ છે. અંકિતા તને જોવા માટે હું તડપુ છું. મને એમ લાગે છે કે હું બધું હારી ગયો છું. મારી ભૂલના કારણે જ મેં તને ગુમાવી છે અને હું હવે જીવવા પણ નથી માંગતો. અંકિતા ખુશ રહેજે તારાં મા-બાપને ખુશ રાખજે. હું તને ખૂબ જ પ્રેમ કરું છું.