ધરપકડ:મહારાષ્ટ્રથી દારૂની ડિલિવરી આપવા આવતો યુવક ઝબ્બે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુંબઇનો યુવક સ્ટેશને આવતા પકડાયો
  • રેલવે પોલીસે 21 હજારનો દારૂ કબજે લીધો

સુરત રેલવે પોલીસે ચંડીગઢ એક્સપ્રેસમાં એક યુવકને પકડી પાડીને રૂા. 21 હજારનો દારૂ કબજે કર્યો હતો. આ યુવક મહારાષ્ટ્રથી દારૂ લઇને સુરતમાં ડિલીવરી કરવા માટે આવ્યો હતો અને પોલીસે તેને દબોચી લીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ રેલવે પોલીસનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો.

આ દરમિયાન ચંડીગઢ એક્સપ્રેસમાંથી એક યુવક નીચે ઉતર્યો હતો. તેની ગતિવિધી શંકાશીલ લાગતા પોલીસે તેને અટકાવીને પુછપરછ કરી હતી અને તેની પાસે રહેલા સામાનની તપાસ કરી હતી. દરમિયાન તેની પાસે રૂા.21 હજારની કિંમતનો દારૂ મળી આવતા પોલીસે તે દારૂ કબજે કર્યો હતો, સાથે જ પોલીસે મુંબઇના વિલેપાર્લે પાસે રઘુવીર ચાલમાં રહેતો ઇશ્વર હુગાજી ઢીલાની સામે પ્રોહિબીશન એક્ટ મુજબ ગુનો નોંધી ધરપકડ કરી હતી. પોલીસના કહેવા પ્રમાણે ઇશ્વર મહારાષ્ટ્રથી સુરતમાં દારૂ સપ્લાય કરવા માટે આવ્યો હતો.

એક્સપ્રેસ ટ્રેનમાં આગળના ભાગે બેસીને તે ડાયરેક્ટ સ્ટેશનની બહાર નીકળી જવા માંગતો હતો, પરંતુ પોલીસે તેને પકડી લીધો હતો. ઉલ્લેખનીય છે કે, મુંબઇથી ચંડીગઢ એક્સપ્રેસ ટ્રેનમાં આવેલો યુવક રેલવે સ્ટેશને દારૂની ડિલિવરી આપવા અગાઉ પણ આવ્યો છે નહીં તે મામલે રેલવે પોલીસ તપાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...