આપઘાત:સુરતના ભટાર ચાર રસ્તા પર 20 ફૂટ ઊંચા ઝાડની ડાળીએ લટકીને યુવકે ફાંસો ખાધો

સુરતએક મહિનો પહેલા
આપઘાત કરી લેનાર અજાણ્યાનો મૃતદેહ નીચે ઉતારીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
  • સવારે દુકાનદારોને આપઘાતની જાણ થતાં પોલીસને માહિતી આપી

સુરતના ભટાર ચાર રસ્તા નજીક એક અજાણ્યા ઇસમે 20-25 ફૂટ ઉંચી ઝાડની ડાળ પર ફાંસો ખાઈ લીધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચર્ચાનો વિષય બન્યો હતો. વહેલી સવારે દુકાન ખોલતા વેપારીને ફાંસો ખાધેલી હાલતમાં લટકતો મૃતદેહ નજરે આવતા એમણે પોલીસ અને ફાયરને જાણ કરી હતી. મૃતદેહના મોંમાથી લોહી વહેતું હતું.વહેલી સવારે સામે આવેલી વિચિત્ર ઘટનાને લઈ તમામ દોડતા ગયા હતા.

ઝાડ પર ઊંચે લટકીને યુવકે આપઘાત કર્યો હતો.
ઝાડ પર ઊંચે લટકીને યુવકે આપઘાત કર્યો હતો.

દુકાનદારે મૃતદેહ લટકતો જોયો
કિશોરભાઈ પટેલે (પ્રથમ માહિતી આપનાર) એ જણાવ્યું હતું કે, આજે સવારે આશરે આઠ વાગ્યાની આસપાસ આ ઘટના પ્રકાશમાં આવી હતી. ત્યારબાદ તાત્કાલિક ફાયર અને પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ ઘટના સ્થળે દોડી આવેલા ફાયરના જવાનોએ બોડીને ઝાડ પરથી નીચે ઉતારી હતી.

ફાયરબ્રિગેડની મદદથી મૃતદેહ નીચે ઉતારાયો હતો.
ફાયરબ્રિગેડની મદદથી મૃતદેહ નીચે ઉતારાયો હતો.

લોકોના ટોળા એકઠાં થયાં
કોઈ મૃતદેહ ઝાડ પર લટકતી હાલતમાં હોવાની વાત બાદ મોટી સંખ્યામાં લોકોની ભીડ ઘટનાને જોવા દોડી હતી. ઝાડ પર ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવેલા અજાણ્યા ઈસમ ના મોંમાંથી લોહી નીકળી રહ્યું હતું. ખટોદરા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.