હુમલો:ગોડાદરામાં પેટ્રોલ ભરવા મુદ્દે ઝઘડો થતા યુવકની ચપ્પુ મારી હત્યા કરાઈ

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ગોડાદરામાં પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવવાની લાઈનમાં બાઇક ખસાવવાના મુદ્દે ઝઘડો થતાં 3 જણાએ 1 યુવકને ચપ્પુ મારી હત્યા કરી નાસી ગયા. ગોડાદરા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર, જયેશ જમાદાર( 19 વર્ષ) ગોડાદરામાં રહે છે. જયેશ ઓનલાઈન પાર્સલ ડિવિલરીનું કામ કરે છે. બેસ્તા વર્ષના રોજ સાંજે જયેશ તેના પિતાની બાઇક લઈને પેટ્રોલ પુરાવવા માટે ગયો હતો. તેની સાથે તેનો મિત્ર અંકિત પણ હતો. જયેશ પુણા-ગોડાદરા રોડ પર મિડાસ સ્ક્વેરની સામે આવેલ પેટ્રોલ પંપ પેટ્રોલ પુરાવવા ગયો હતો. ત્યાં જયેશની બાઇકની આગળ એક મોપેડ પર 3 જણા પેટ્રોલ પુરાવવા આવ્યા હતા.

3 પૈકી 1 જયેશને બાઇક પાછળ ખસાવવા કહ્યું હતું. ત્યારે જયેશે 2 મિનિટ ઊભા રહેવાનું કહ્યું હતું. તેથી ત્રણેય જણા ઉશ્કેરાઈને જયેશને ગાળો બોલી આગળ આવ તને બતાવું છું કહીને ત્યાંથી જતા રહ્યાં હતા. થોડા સમયમાં જયેશ અને અંકિત પણ બહાર નીકળ્યા ત્યાં થોડા અંતરે સર્વિસ રોડ પર જયેશને માર માર્યો હતો. 3 પૈકી 1એ જયેશને પગમાં ચપ્પુ મારીને ગંભીર ઇજા પહોંચાડી હતી. જયેશને સારવાર માટે સ્મીમેરમાં દાખલ કરાયો હતો. ત્યાં ડોક્ટરોએ જયેશને મૃત જાહેર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...