તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મર્ડર:સુરતમાં યુવકની હત્યા કરી સળગાવ્યો અને દાટી દીધો, મોત પહેલાં યુવક બે ઈસમો સાથે CCTVમાં કેદ થયો

સુરત2 મહિનો પહેલા
ઝૂંપડામાં દાટી દેવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો.
  • ગુમ યુવકની જ હત્યા કરી દાટી દેવામાં આવ્યો હોવાની શક્યતા

સુરતમાં હત્યાની ઘટના સતત પ્રકાશમાં આવી રહી છે. જુના ભીમ નગર આવાસ નજીક એક યુવકની લાશને દાટી દેવામાં આવી છે એ પ્રકારની માહિતી પોલીસને મળતા પોલીસે એફએસએલની મદદથી ઘટનાસ્થળ પર જઈને જોતા મૃતદેહ બહાર કાઢ્યો હતો. ગુમ અજય મોરે નામના યુવકની હત્યા કર્યા બાદ સળગાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ દાટી દેવામાં આવ્યો હોવાની શક્યતા છે. આ યુવક મોત પહેલાં બે ઈસમો સાથે સીસીટીવીમાં કેદ થયો હતો.

FSLની ટીમે તપાસ હાથ ધરી
ઉધના પોલીસને માહિતી મળી હતી કે ઉધના રેલવે ટ્રેક પાસે ઝૂંપડામાં કોઈ યુવકની હત્યા કરીને લાશ દાટી દેવામાં આવી છે જેની તપાસ કરતાં પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચીને ખોદકામ કર્યું હતું તે દરમિયાન માટી નીચેથી એક અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ ડિકમ્પોસ સ્થિતિમાં મળી આવતા મૃતદેહની ઓળખ થઈ શકી નથી. મૃતદેહ જોતા પ્રાથમિક તારણમાં પોલીસને લાગે છે કે મૃતદેહને હત્યા કર્યા બાદ સળગાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને દાટી દેવામાં આવ્યો હોય શકે છે એફએસએલની ટીમ પણ સાથે હોવાથી તપાસ શરૂ કરવામાં આવી છે.

મૃતક યુવક બે યુવકો સાથે સીસીટીવીમાં કેદ થયો.
મૃતક યુવક બે યુવકો સાથે સીસીટીવીમાં કેદ થયો.

ગુમ યુવકની હત્યા કરાઈ હોવાની શક્યતા
પોલીસને શંકા છે કે થોડા દિવસ અગાઉ ડિંડોલી વિસ્તારમાં અજય મોરે નામનો યુવક ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાઈ હતી હાલ જે મૃતદેહ મળ્યો છે. તે અજય મારેનો હોવાની પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે. જુના ભીમ નગર આવાસની જે દિવાલ છે. તેની પાછળના ભાગે યુવકની હત્યા કરી ત્યારબાદ તેના મૃતદેહને રેલવે ટ્રેક પાસે ઝુંપડામાં લાવીને સળગાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ ત્યાં જ તેને દાટી દેવામાં આવ્યો હતો. મૃતદેહ અજય મોરેનો છે કે કેમ તે અંગેની તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.

પોલીસે બાતમી આધારે મૃતદેહ સુધી પહોંચી.
પોલીસે બાતમી આધારે મૃતદેહ સુધી પહોંચી.

સીસીટીવીમાં બે યુવકો સાથે નજરે પડ્યો
ચપ્પુના ઘા મારીને યુવકની હત્યા કરવામાં આવી હોય તેવું તારણ પણ પોલીસ દ્વારા કાઢવામાં આવ્યું છે. પ્રત્યેક દર્શિત દ્વારા પોલીસને માહિતી આપવામાં આવી છે કે યુવકની હત્યા કરવામાં આવી છે પ્રત્યક્ષદર્શીએ આપેલી વિગતને ધ્યાનમાં રાખીને પોલીસે આરોપીનો પગેરું મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો છે. સાથે સાથે મૃતદેહ અજય મોરેનો છે કે કેમ તેની પણ તપાસ શરૂ કરી દીધી છે. પોલીસને એક સીસીટીવી પણ મળ્યા છે. જેમાં 22મીના રોજ તે ઉધના વિસ્તારમાં બે યુવકો સાથે મોપેડમાં નજરે પડી રહ્યો છે. આ તેના ગુમ થયા અને મોત પહેલાંનો સીસીટીવી વીડિયો હોવાની શક્યતા રહેલી છે.

મૃતદેહ ડિકમ્પોસ સ્થિતિમાં મળી આવ્યો.
મૃતદેહ ડિકમ્પોસ સ્થિતિમાં મળી આવ્યો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો