તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરૂણ મોત:સુરતમાં લગ્ન પ્રસંગમાં વાયરિંગ કામ કરતા યુવાનનું કરંટ લાગ્યા બાદ પટકાતા મોત, વિધવા માતાનો એકનો એક પુત્ર હતો

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૃતક યુવક(ફાઈલ તસવીર) ઇલેક્ટ્રિક વાયરમેનનું કામકાજ જાણતો હતો. - Divya Bhaskar
મૃતક યુવક(ફાઈલ તસવીર) ઇલેક્ટ્રિક વાયરમેનનું કામકાજ જાણતો હતો.
  • યુવાનનું કરંટ લાગ્યા બાદ 6 ફૂટની ઉંચાઈએથી પટકાતા મોત નીપજ્યું

સુરત શહેરના ગવીયર ગામે લગ્ન પ્રસંગમાં ઇલેક્ટ્રિક લાઇન પર વાયરિંગ કામ કરતા યુવાનનું કરંટ લાગ્યા બાદ 6 ફૂટની ઉંચાઈએથી પટકાતા મોત નીપજ્યું હતું. મૃતક વિશાલ દિલીપ પટેલ અઠવા લાઇન્સ ઓલપાડી મહોલ્લાનો રહેવાસી હતો અને વિધવા માતાનો એકનો એક પુત્ર હતો. અજીબો-ગરીબ અકસ્માત બાદ વિશાલને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવાતા તબીબોએ મૃત જાહેર કર્યો હતો. ડુમસ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

યુવાનને કરંટ લાગતા લગ્ન પ્રસંગમાં ભાગદોડ
પોલીસે જણાવ્યું હતું કે, વિશાલ દિલીપભાઈ પટેક (ઉ.વ. 20) ઓલપાડી મહોલ્લોનો રહેવાસી હતો. ઇલેક્ટ્રિક વાયરમેનનું કામકાજ જાણતો હતો. સોમવારે ગવીયર ગામમાં એક લગ્ન પ્રસંગમાં ગયો હતો. જ્યાં વીજ લાઇનના થાંભલે કીચડમાં સિડી મૂકી ચાલુ વીજ લાઇન પર કામ કરવા જતા ઇલેક્ટ્રિક કરંટથી ફેંકાઈ ગયો હતો. જેને લઈ લગ્ન પ્રસંગમાં ભાગદોડ મચી ગઇ હતી.

ઓપરેશન થિયેટરમાં ગયા બાદ મોતને ભેટ્યો
વધુમાં જણાવ્યું હતું કે, વિશાલને લગ્ન પ્રસંગમાં આવેલા મહેમાનો ખાનગી વાહનમાં સારવાર માટે સુરત લાવ્યા હતા. રસ્તે વિશાલ મને કંઈ જ નથી થયું એમ કહેતો હતો. હોસ્પિટલ પહોંચ્યા ત્યારે પણ વાત કરતો હતો. જોકે ઓપરેશન થિયેટરમાં ગયા બાદ મોતને ભેટ્યો હતો. વિશાલ તેની વિધવા માતાનો એકનો એક સહારો અને એકનો એક દીકરો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

વધુ વાંચો