તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:વૈભવી હોટલમાં વેપારીને દારૂ આપતો યુવક ઝડપાયો

સુરત12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • હોટલમાં દિલ્હીના વેપારીએ દારૂ મંગાવ્યો હતો

ઇચ્છાપોરમાં હોટલ કોટયાર્ડ મેરીયેટમાં રોકાયેલ દિલ્હીના યુવાન વેપારીએ હોટલમાં રોકાણ દરમિયાન દારૂ મંગાવ્યો હતો. દારૂ આપવા આવનાર યુવાન એક બોટલ સાથે ઝડપાયો હતો. તેણે વેપારીનું નામ આપતા પોલીસે વેપારીની પણ ધરપકડ કરી છે. ઇચ્છાપોર પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે હોટલ કોટયાર્ડ મેરીયેટની બહાર મોપેડ પર એક યુવક શંકાસ્પદ જણાયો હતો. તેની ઝડતી લેતા દારૂની એક બોટલ મળી આવી હતી. તેનું નામ પ્રદીપ રતન બસીરે(રહે. મોચી મહોલ્લો,તડકેશ્વર,ભટાર) છે.

પ્રદીપની પૂછપરછમાં તેને પોલીસને જણાવ્યું હતું કે દારૂની બોટલ હોટલ કોટયાર્ડ મેરીયેટના રૂમ નંબર 216માં રોકાયેલ કરણ ભાટિયા નામના વ્યક્તિને આપવાનો છે. તેથી પોલીસે હોટલમાંથી કરણ અજય ભાટિયાને પકડી લીધો છે. કરણ દિલ્હીમાં પશ્ચિમી માર્ગ,વસંત વિહાર, સાઉથ વેસ્ટમાં રહે છે. તે ફુડ પ્રોસેસિંગના વ્યવસાય સાથે જોડાયેલ છે. કરણે પોલીસને જણાવ્યું હતું કે તે ધંધા અર્થે સુરત આવ્યો છે અને અહીં હોટલમાં રોકાયેલ છે. કરણે તેના મિત્ર ઉદય શંકર શેટ્ટી પાસે દારૂની એક બોટલ માંગી હતી.

ઉદયે પ્રદીપનો નંબર આપ્યો હતો. કરણે પ્રદીપને ફોન કરતા તે દારૂની બોટલ આપવા આવ્યો હતો. પોલીસે પ્રદીપ,કરણ અને ઉદય શેટ્ટી વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ કરીને પ્રદીપ અને કરણની ધરપકડ કરી હતી. ઉદય શેટ્ટીને વોન્ટેડ બતાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો