તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત:સુરતના રાંદેરમાં આવેલા જીલાની બ્રિજ નીચે જૂની અદાવતમાં યુવક પર ચપ્પુ વડે હુમલો થતાં સિવિલમાં ખસેડાયો

ક્રાઈમ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
જૂની અદાવતમાં હુમલો થતાં યુવકને સારવાર અર્થે સિવિલ ખસેડવામાં આવ્યો હતો. - Divya Bhaskar
જૂની અદાવતમાં હુમલો થતાં યુવકને સારવાર અર્થે સિવિલ ખસેડવામાં આવ્યો હતો.
  • છાતિના ભાગે ચપ્પુ મારી હાથ પર ઘા મરાતા યુવક સારવાર હેઠળ

રાંદેર જીલાની બ્રિજ નીચે બાઇક સવાર બે મિત્રો પૈકી એકને છાતિમાં ચપ્પુ ઘુસાડી હાથ પર ઘા મરાતા તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. ઇજાગ્રસ્ત માહિર લિફ્ટ રિપેરીગનું કામ કરતો હોવાનું અને જૂની અદાવતમાં હુમલો કરાયો હોવાનું બહાર આવ્યું છે. હાલ ડોક્ટરોએ માહિરને તાત્કાલિક ઓપરેશનમાં લઈ પોલીસને જાણ કરી છે.

હુમલાખોરોના ત્રાસથી યુવકે ઠેકાણું બદલેલું
રિઝવાન શેખ (ઘટનાને નજરે જોનાર મિત્ર) એ જણાવ્યું હતું કે, હુમલાખોરો અસફાક ઉર્ફે પોવા સહિત 3 જણા હતા. બાઇક પર આવ્યા હતાં. અગાઉ પણ આ લોકોએ માહિર પર હુમલો કર્યો હતો. જેને લઈ માહિર જહાંગીરપુરા SMC કવાટર્સ છોડી નાનપુરા કાદર શાની નાળમાં રહેવા આવી ગયો હતો. માહિરને એક પુત્ર છે અને પત્ની અને માતા-પિતા સાથે રહે છે.

લોકો આવી જતા હુમલાખોરો નાસી ગયા
સગરામપરાથી બાઇક ઉપર રાંદેર કામ અર્થે જતા રસ્તે રોકી હુમલો કરાયો છે. હુમલાખોરો ભર બપોરે જાહેરમાં ચપ્પુના ઘા મારી રહ્યા હતા. જોકે લોકો ભેગા થઈ જતા હુમલાખોરો નાસી ગયા હતાં. ત્યારબાદ તેઓ ઇજાગ્રસ્ત માહિરને સારવાર માટે સિવિલ લઈ આવ્યા હતા. હાલ માહિરને ડોક્ટરો સારવાર આપી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો