તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

CCTV:સુરતમાં 2 લાખની ખંડણી માગી યુવક પર કુખ્યાત ટપોરી સહિત 6 ઈસમોનો જીવલેણ હુમલો, એકના પેટમાં ચપ્પુ ઘુસાડી દીધું

સુરત3 મહિનો પહેલા
ઘાતક હથિયારો સાથે હુમલો કરવામાં આવ્યો હતો જે સીસીટીવીમાં કેદ થઈ ગયો.
  • હુમલાની ઘટના CCTVમાં કેદ થઈ જતા પોલીસે તપાસ હાથ ધરી

સુરત શહેરના વેડરોડ વિશ્રામ નગર નજીક બે ઈસમો કેટલાક ઈસમોએ જીવલેણ હુમલો કરતા ભાગદોડ મચી ગઇ હતી. હુમલો કરનાર ડભોલીનો કુખ્યાત ટપોરી જયેશ સિંધે હોવાનું ઇજાગ્રસ્ત બે પૈકી એકએ જણાવ્યું હતું. એટલું જ નહીં પણ 2 લાખની ખંડણી માગ્યા બાદ 10 હજારમાં સમાધાન કરી લેવા ધાક ધમકી આપી તાબે નહીં થતા આજે ધોળે દિવસે હુમલો કરી નાસી ગયા હતા. ઇજાગ્રસ્ત બે પૈકી એકના પેટમાં ચપ્પુ ઘુસાડી દેતા હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આખી ઘટના CCTV માં કેદ થઈ જતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ધોળે દહાડે હુમલો થતા ભાગદોડ મચી ગઈ હતી.
ધોળે દહાડે હુમલો થતા ભાગદોડ મચી ગઈ હતી.

ટપોરી 3 બાઇક ઉપર 6 જણાને લઈ આવ્યો હતો
ધર્મેશ સંતોષ કાલી (ઈજાગ્રસ્ત) એ જણાવ્યું હતું કે તેઓ વેડરોડ વિશ્રામ નગર પાસેના એક ગેરેજમાં મિકેનિક તરીકે કામ કરે છે. લગભગ સાંજે સાડા ચાર વાગ્યાના અરસામાં જયેશ સિંધે નામનો ટપોરી 3 બાઇક ઉપર 6 જણાને લઈ ગેરેજ પર આવ્યો હતો અને અચાનક ઘાતકી હથિયારો વડે હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં સંજય પટેલ નામના યુવકને હુમલાખોરોએ પેટમાં ચપ્પુ ઘુસાડી દીધું હતું.

હુમલા પાછળ ખંડણી પ્રકરણ હોવાનું ઈજાગ્રસ્તે જણાવ્યું.
હુમલા પાછળ ખંડણી પ્રકરણ હોવાનું ઈજાગ્રસ્તે જણાવ્યું.

ધોળે દહાડે થયેલા હુમલા બાદ ભાગદોડ મચી ગઇ
વધુમાં જણાવ્યું હતું કે ધોળે દહાડે થયેલા હુમલા બાદ ભાગદોડ મચી ગઇ હતી. હુમલા પાછળ ખંડણી પ્રકરણ હોવાનું ધર્મેશે જણાવ્યું હતું. સંજય ફર્નીચરનું કામકાજ કરતો હોવાનું જાણવા મળ્યું છે. જયેશ કેટલાક દિવસોથી 2 લાખની ખંડણી માગી રહ્યો હતો. ના પાડતા છેલ્લે 10 હજાર માગી સમાધાન કરી લેવા ધમકાવી રહ્યો હતો. છેવટે એક પણ રૂપિયો નહીં આપતા આજે હુમલો કર્યો હતો. હાલ આખી ઘટનાને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે.