આપઘાત:ડિંડોલીમાં નાસ્તાની દુકાન ચલાવતા યુવકે ફાંસો ખાધો

સુરત7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

ડીંડોલીમાં નાસ્તાની દુકાન ચલાવતા યુવકે ફાંસો ખાઈ લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પરિવારે જણાવ્યું હતું કે સુરેશ યાદવ (ઉ.વ 40, રહે. અંબિકા નગર, ડીંડોલી) ના ત્રણ વર્ષ પહેલાં લગ્ન થયા હતા. પત્ની, બે ભાઈ અને માતા-પિતા અને ભત્રીજા સાથે એક નાનકડા મકાનમાં રહેતા હતા.

યુપીવાસી સુરેશ કાપડ માર્કેટમાં નાસ્તાની લારી લગાવી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો.ગુરુવારે ચંદી પડવાની ઉજવણીના ભાગરૂપે સુરેશ ઘારી પણ લઈ આવ્યો હતો. પરિવારે રાત્રે 10 વાગ્યા સુધી ચંદી પડવાની ઉજવણી કરી હતી.

સવારે ઉંઘમાંથી જાગેલા ભત્રીજાએ કાકાને સાડી ઉપર લટકતી હાલતમાં જોઈ બુમાબુમ કરતા પરિવાર દોડી આવ્યું હતું. સુરેશના આપઘાતને લઈ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. તત્કાલિક 108ને બોલાવી તપાસ કરાવતા તેમણે પણ મૃત જાહેર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...