આપઘાત:પનાસમાં હીરાના કલાસ ચલાવતા યુવકે સાસરિયાઓના ત્રાસથી આપઘાત કર્યો

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાહુલના પરિવારનો સાસરિયાએ ફાંસો આપ્યો હોવાનો આક્ષેપ

પનાસમાં હીરા બનાવવાના કલાસ ચલાવતા યુવકે સાસરિયાઓના ત્રાસથી આપઘાત કરી લીધો હતો. પનાસ ગામમાં આવેલ મનપા આવાસ નજીક પ્રજ્ઞાનગરમાં રહેતો 27 વર્ષીય રાહુલ પ્રભાકરભાઈ સાલુંકે ગુરુવારે સવારે પંખા સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાઈ લીધો હતો. રાહુલ તેના લગ્ન બાદ પત્ની સાથે તેના સાસરિયાની સાથે બાજુમાં મકાન રાખીને રહેવા લાગ્યો હતો.

રાહુલને તેની પત્ની અને સાસુ કોઈકના કોઈ બાબતે ત્રાસ આપતી હતી. જેથી કંટાળી રાહુલે આપઘાત કર્યો છે. રાહુલને તેની પત્ની કોઈકવાર ઘરની બહાર પણ કાઢી મુકતી હોવાનું રાહુલના પરિવારે કહ્યું હતું. રાહુલના પરિવારે સાસરિયાએ જ ફાસો આપીને મારી નાખ્યો હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...