તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:લિવ ઇનમાં રહેતા યુવકે રાત્રે 2 વાગે યુવતીને ચપ્પુ હુલાવ્યું

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રેમિકાને જગાડી ચરિત્ર પર શંકા રાખી મારઝૂડ
  • લિંબાયત પોલીસમાં યુવક સામે ગુનો

લિંબાયતમાં લિવ ઇન રિલેશનશીપમાં રહેતી યુવતી પર શંકા કરીને રાત્રે બે વાગે પેટમાં ચપ્પુ મારીને યુવકે ગંભીર ઇજા પહોંચાડી હતી. ઇજા બાદ યુવતીને સ્મીમેર લઈ જવામાં આવી હતી. લિંબાયત પોલીસે યુવક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.લિંબાયતમાં ચોર્યાસી ડેરી વિસ્તારમાં રહેતી 20 વર્ષિય મોનિકા( નામ બદલ્યું છે) લેસપટ્ટીનું કામ કરે છે. તે તેના પ્રેમી અનિલ રાઠોડ સાથે છેલ્લા બે વર્ષથી લિવ ઇન રિલેશનશીપમાં રહે છે. પરિવારમાં એક વર્ષની દીકરી છે.

શરૂઆતમાં 6 મહિના સુધી યુવકે સારી રીતે રાખી હતી. બાદ અવાર-નવાર ચરિત્ર પર શંકા કરીને ગાળો આપીને મારઝુડ કરતો હતો. શુક્રવારે રાત્રે બે વાગે અનિલે મોનિકાને ઊંઘમાંથી ઉઠાડી હતી અને કહ્યું કે, તારો ફોન બતાવ મારે જોવો છે, તુ કોની સાથે મોબાઇલ પર વાત છે, તેને અહીં બોલાવ, નહીં તો હું તને જાનથી મારી નાખીશ. ઘરના બીજા સભ્યોની ઊંઘ ખરાબ ન થાય તે માટે મોનિકા ઘરની બહાર આવી ગઈ હતી. ત્યાં પણ અનિલ જોરથી બુમો પાડીને ગાળો આપતો હતો.

તેથી મોનિકાએ ગાળો આપવાની ના પાડી હતી. તેથી અનિલ વધુ ઉશ્કેરાઈ ગયો હતો અને મોનિકાને પેટના ભાગે ચપ્પુ મારીને નાસી ગયો હતો. મોનિકાને ઇજા થતાં સારવાર માટે સ્મીમેરમાં દાખલ કરવામાં આવી છે. મોનિકાએ અનિલ વિરુદ્ધ લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...