તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:સુરતમાં યુવાનની હત્યા, મૃતદેહ સિમેન્ટની લૂણોની નીચેથી મળ્યો, ગળું દબાવી હત્યા કરાઈ હોવાની આશંકા

સુરતએક મહિનો પહેલા
લાશને સિમેન્ટની ગૂણોની નીચે સંતાડી દેવામાં આવી હતી.
  • પોલીસે મૃતકની ઓળખની દિશામાં તપાસ હાથ ધરી

સુરતના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા સિમેન્ટના ગોડાઉનમાંથી હત્યા કરી સંતાડી દેવાયેલો મૃતદેહ મળી આવતાં પોલીસ દોડતી થઈ ગઈ છે. યુવાનની ગળા પર કપડું વીંટાળીને હત્યા કરવામાં આવી હોવાની શક્યતા છે.

FSL અને ડોગ-સ્કવોડની મદદથી તપાસ શરૂ
પોલીસે મરનારની ઓળખ અને હત્યા પાછળનાં કારણો જાણવા ઇન્ફોર્મરોને કામે લગાડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે એફએસએલ અને ડોગ-સ્કવોડની મદદથી આરોપીને શોધવાની તાજવીજ પણ હાથ ધરી હોવાનું સામે આવ્યું છે.

કપડાથી ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાની શક્યતા.
કપડાથી ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાની શક્યતા.

મરનાર મજૂર હોવાની શક્યતા
હાલ સૂત્રોના જણાવ્યા અનુસાર, મૃતકની હત્યા બાદ લાશને સગેવગે કરવાના ઇરાદે સરકારી સિમેન્ટના ગોડાઉનમાં સિમેન્ટની ગૂણોની વચ્ચે સંતાડી દેવાઈ હોવાનું અનુમાન છે. એટલું જ નહીં, પણ મરનાર મજૂર હોવાની શક્યતા દેખાય રહી છે. જોકે પોલીસનું માનવું છે કે મરનારની કેટલીક કડીઓ મળી ગઈ છે એટલે તેની ઓળખ થયા બાદ લગભગ હત્યાનો ગુનો ડિટેક્ટ કરવામાં સરળતા રહેશે.

મૃતદેહ મળતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી.
મૃતદેહ મળતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી.